For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

લોકપાલ મુદ્દે મોદી સરકાર સામે આજથી અન્ના હજારેના ઉપવાસ

સમાજસેવી અન્ના હજારે આજે એટલે કે 30 જાન્યુઆરીથી લોકપાલની માંગ માટે ફરીથી એકવાર ઉપવાસ શરૂ કરશે.

|
Google Oneindia Gujarati News

સમાજસેવી અન્ના હજારે આજે એટલે કે 30 જાન્યુઆરીથી લોકપાલની માંગ માટે ફરીથી એકવાર ઉપવાસ શરૂ કરશે. અન્ના હજારે મહારાષ્ટ્રના પોતાના ગામ રાલેગણ સિદ્ધિમાં ઉપવાસ પર બેસશે. મોદી સરકાર પર નિશાન સાધતા અન્ના હજારેએ કહ્યુ કે જો સરકાર ઈચ્છે તો શું લોકપાલ કાયદો લાવવામાં પાંચ વર્ષ લાગતા. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને પત્ર લખીને અન્ના હજારેએ જણાવ્યુ છે કે તે અહમદનગર જિલ્લાના પોતાના ગામમાં રાલેગણ સિદ્ધિમાં ઉપવાસ પર બેસવા જઈ રહ્યા છે.

મોદી સરકાર વારંવાર બહાનાબાજી કરી રહી છે

મોદી સરકાર વારંવાર બહાનાબાજી કરી રહી છે

પત્રમાં અન્ના હજારેએ લખ્યુ છે કે લોકપાલ એક્ટ પાસ થયાને 5 વર્ષ થઈ ગયા પરંતુ મોદી સરકારે કોઈ લોકપાલ નિયુક્ત કર્યા નહિ. તેમણે લખ્યુ છે કે મહારાષ્ટ્રમાં છેલ્લા 4 વર્ષથી લોકાયુક્ત એક્ટ પાસ નથી થયો. તેમણે કહ્યુ કે નરેન્દ્ર મોદી સરકાર પાંચ વર્ષ બાદ વારંવાર બહાનાબાજી કરી રહી છે. અન્ના હજારેએ સ્પષ્ટ કર્યુ કે તેમના આ ઉપવાસ કોઈ વ્યક્તિ, પક્ષ કે પાર્ટીના વિરોધમાં નથી.

દેશને તાનાશાહી તરફ લઈ જવાનો પ્રયત્ન

દેશને તાનાશાહી તરફ લઈ જવાનો પ્રયત્ન

અન્નાએ આરોપ લગાવ્યો છે કે સરકાર લોકાયુક્ત કાયદો 2013 અને લોકપાલ અંગે બંધારણીય સંગઠનોના નિર્ણય પર ધ્યાન નથી આપી રહી અને દેશને તાનાશાહી તરફ લઈ જવાનો પ્રયત્ન કરી રહી છે. તેમણે કહ્યુ કે મોદી સરકાર સત્તામાં આવે પાંચ વર્ષ થઈ ગયા. માત્ર લોકપાલ વિધેયક લાગુ કરવાની જરૂર હતી પરંતુ આ નિયુક્તિમાં કોઈને કોઈ કારણસર મોડુ થતુ રહ્યુ. આ બધુ માત્ર બહાનાબાજી છે.

દેશની ભલાઈ માટે વારંવાર આંદોલન કરતા આવ્યા છે

દેશની ભલાઈ માટે વારંવાર આંદોલન કરતા આવ્યા છે

અન્ના હજારેએ કહ્યુ કે તે સમાજ અને દેશની ભલાઈ માટે વારંવાર આંદોલન કરતા આવ્યા છે અને આગળ પણ કરતા રહેશે. ઉલ્લેખનીય છે કે વર્ષ 2011-12માં અન્ના હજારેના દિલ્લીના રામલીલા મેદાનમાં મોટુ આંદોલન કર્યુ. કેન્દ્રની યુપીએ સરકાર સામે અન્ના હજારેએ જોરદાર આંદોલન કર્યુ. અન્ના હજારેના આ આંદોલન બાદ ઘણા નવા રાજકીય ચહેરાઓનો ઉદય થયો. દિલ્લીની સરકારમાં શામેલ ઘણા મંત્રી, નેતાઓ અને મુખ્યમંત્રી અન્ના હજારે આંદોલનથી નીકળ્યા. અરવિંદ કેજરીવાલ પણ આ આંદોલન બાદ રાજકારણમાં સક્રિય બન્યા.

આ પણ વાંચોઃ કરોડોની સંપત્તિ છોડી ગયા છે જ્યોર્જ ફર્નાન્ડીસ, જાણો ખાનગી જીવનની હકીકતોઆ પણ વાંચોઃ કરોડોની સંપત્તિ છોડી ગયા છે જ્યોર્જ ફર્નાન્ડીસ, જાણો ખાનગી જીવનની હકીકતો

English summary
Anna Hazare To launch Hunger Strike On Lokpal From Today
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X