For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સિખો વિરોધી રમખાણો કેસ : 3 ગુનેગારોને આજીવન કેદની સજા

|
Google Oneindia Gujarati News

anti-sikh-riot-case-protests-by-sikhs
નવી દિલ્હી, 10 મે : વર્ષ 1984માં તત્કાલિન વડાં પ્રધાન ઈન્દિરા ગાંધીની તેમના સિખ સુરક્ષા ગાર્ડ્સે હત્યા કર્યા બાદ દિલ્હીમાં ફાટી નીકળેલા શીખ વિરોધી રમખાણોના એક કેસના ત્રણ અપરાધીને તેઓ હત્યા માટે ગુનેગાર હોવાનું માલૂમ પડ્યા બાદ કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે.

આ ત્રણ અપરાધીઓમાં બલવાન ખોકર (ભૂતપૂર્વ સુધરાઈસભ્ય), ગિરધારી લાલ અને કેપ્ટન ભાગમલનો સમાવેશ થાય છે. જ્યારે અન્ય બે અપરાધી મહેન્દર યાદવ (ભૂતપૂર્વ વિધાનસભ્ય) અને કિશન ખોકરને રમખાણોમાં તેમની ભૂમિકા બદલ ત્રણ-ત્રણ વર્ષની કેદની સજા ફટકારવામાં આવી છે.

સીબીઆઈ તપાસ એજન્સીએ 58 વર્ષના બલવાન ખોકર, 68 વર્ષના ગિરધારી લાલ અને 85 વર્ષના કેપ્ટન ભાગમલને ફાંસીની સજા કરવાની માગણી કરી હતી. આ ત્રણેય અપરાધીને ગઈ 30 એપ્રિલે જિલ્લા અને સેશન્સ જજ જે.આર. આર્યને હત્યા માટે કસુરવાર જાહેર કર્યા હતા.

સીબીઆઈએ કોર્ટમાં ફાંસીની સજાના ટેકામાં એવી દલીલ કરી હતી કે આ ત્રણેય અપરાધીએ પૂર્વયોજિત કોમી રમખાણો કરાવ્યા હતા. જે વિસ્તારમાં રમખાણો થયા હતા ત્યાં બલવાન ખોકરની દાદાગીરી ચાલતી હતી. તેની પાસે કેરોસીનની ડિલરશીપ પણ હતી અને નિર્દોષ શીખો પર હુમલો કરી તેમની હત્યા કરનાર ટોળાનો તે રીંગ લીડર હતો.

English summary
Anti Sikh riots case : 3 criminal imprisonment for life.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X