For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દિલ્લીના મંત્રી ગોપાલ રાયે કરી અપીલ, કહ્યુ -સિંગલ યુઝ પ્લાસ્ટિકના વિકલ્પો પર GST ઘટાડો

દિલ્હીના પર્યાવરણ મંત્રી ગોપાલ રાયે મંગળવારે કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમણને સિંગલ યુઝ પ્લાસ્ટિકના વિકલ્પોના ઉત્પાદનમાં ઉપયોગમાં લેવાતા કાચા માલ પર જીએસટી ઘટાડવા અંગે પત્ર લખ્યો હતો.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ દિલ્હીના પર્યાવરણ મંત્રી ગોપાલ રાયે મંગળવારે કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમણને સિંગલ યુઝ પ્લાસ્ટિકના વિકલ્પોના ઉત્પાદનમાં ઉપયોગમાં લેવાતા કાચા માલના સામાન પર જીએસટી દર ઘટાડવા માટે પત્ર લખ્યો હતો. આ પત્રમાં પર્યાવરણ મંત્રી ગોપાલ રાયે કહ્યુ કે સિંગલ યુઝ પ્લાસ્ટિક પ્રદૂષણને પ્રોત્સાહન આપવામાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યુ છે. આવી સ્થિતિમાં સિંગલ યુઝ પ્લાસ્ટિક વસ્તુઓનો ઉપયોગ બંધ કરવા માટે જાગૃતિ અભિયાન જરૂરી છે.

gopal rai

ગોપાલ રાયે માહિતી આપતા જણાવ્યુ હતુ કે દિલ્હી સરકારે ત્યાગરાજ સ્ટેડિયમમાં ત્રણ દિવસીય પ્લાસ્ટિક અવેજી મેળાનુ પણ આયોજન કર્યુ છે. જેથી સામાન્ય લોકોમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકના વિકલ્પોનો પ્રચાર કરી શકાય. મેળાના છેલ્લા દિવસે રાઉન્ડ ટેબલ કૉન્ફરન્સ દરમિયાન તમામ પેનલિસ્ટો સાથે ચર્ચા કરતી વખતે એવુ જોવામાં આવ્યુ છે કે સિંગલ યુઝ પ્લાસ્ટિકના વિકલ્પો પર કામ કરતા ઉત્પાદકો અને સ્ટાર્ટ-અપ્સ કાચા માલ માટે વધુ જીએસટી ચૂકવી રહ્યા છે. જ્યાં એક તરફ પ્લાસ્ટિક ઉત્પાદનો પરની આયાત જકાત 10થી 20 ટકાની વચ્ચે છે. તો બીજી તરફ બાયો પ્લાસ્ટિક અને ટકાઉ વિકલ્પો પર આ જ દર 40 ટકાથી વધુ છે. જેના કારણે સિંગલ યુઝ પ્લાસ્ટિકના વિકલ્પોની ખરીદ કિંમત પણ વધે છે. આવી સ્થિતિમાં ઔદ્યોગિક યુનિયનો ઈચ્છે તો પણ સિંગલ યુઝ પ્લાસ્ટિકના ધંધામાં કામ કરી શકતા નથી.

સિંગલ યુઝ પ્લાસ્ટિકના વિકલ્પો પર જીએસટી દરોમાં ઘટાડો કરવાની અપીલ

ગોપાલ રાયે પોતાના પત્રમાં લખ્યુ છે કે જો આપણે દેશમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકના વિકલ્પોને પ્રોત્સાહિત કરવા માગીએ છીએ તો સિંગલ યુઝ પ્લાસ્ટિકના વિકલ્પો અને તેના કાચા માલ પરના જીએસટીના દરમાં ઘટાડો કરવો ખૂબ જ જરૂરી છે. આમ કરવાથી ઉત્પાદકો અને ઉપભોક્તાઓ સિંગલ યુઝ પ્લાસ્ટિકના વિકલ્પો તરફ આગળ વધવા વધુ પ્રેરિત થશે. તેની સાથે જ તે સિંગલ યુઝ પ્લાસ્ટિક પ્રતિબંધને વધુ સારી રીતે અમલમાં મૂકશે અને પુરવઠા શૃંખલામાં 19 પ્રતિબંધિત SUP વસ્તુઓ માટે વિકલ્પોની ઉપલબ્ધતાને પ્રોત્સાહિત કરશે.

48 એનફોર્સમેન્ટ ટીમોની કરી રચના

પર્યાવરણ મંત્રી ગોપાલ રાયે કહ્યુ કે દિલ્હી સરકારે સિંગલ યુઝ પ્લાસ્ટિક પ્રતિબંધ માટે વ્યાપક એક્શન પ્લાન તૈયાર કર્યો છે. જ્યાં એક તરફ સરકાર સિંગલ યુઝ પ્લાસ્ટિકના વિકલ્પને પ્રોત્સાહન આપવા માટે તમામ પગલાં લઈ રહી છે. તો બીજી તરફ તેના પ્રતિબંધનો અમલ કરવા માટે DPCC અને મહેસૂલ વિભાગ દ્વારા એન્ફોર્સમેન્ટ ટીમની રચના કરવામાં આવી છે. જેમાં ડીપીસીસીની 15 ટીમો અને રેવન્યુ વિભાગની 33 ટીમો એસયુપી વસ્તુઓ પરના પ્રતિબંધનુ નિરીક્ષણ કરવા માટે કામ કરશે.

સિંગલ યુઝ પ્લાસ્ટિકને લઈને જાહેર કર્યો હેલ્પલાઈન નંબર

પર્યાવરણ મંત્રી ગોપાલ રાયે કહ્યુ કે સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધને લઈને માત્ર લોકોમાં જ નહિ પરંતુ ઘણા ઔદ્યોગિક સંગઠનોમાં પણ ઘણા પ્રશ્નો છે. આવી સ્થિતિમાં વિભાગ દ્વારા તમામ લોકો માટે હેલ્પલાઇન નંબર- 011-23815435 જાહેર કરવામાં આવ્યો છે. આ નંબર દ્વારા લોકો વિભાગ દ્વારા સિંગલ યુઝ પ્લાસ્ટિક અંગેના તેમના તમામ પ્રશ્નોના જવાબો મેળવી શકશે અને જો સિંગલ યુઝ પ્લાસ્ટિક સંબંધિત કોઈપણ વ્યક્તિને વધુ માહિતીની જરૂર હોય અથવા કોઈ શંકા હોય તો તે [email protected] પર જઈને મેઈલ પણ કરી શકે છે.

English summary
Appeal of Delhi Minister Gopal Rai, said – reduce GST on alternatives to single use plastic
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X