For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દ્વારકાની શોધ કરનાર આર્કિયોલોજીસ્ટ પ્રો. રાવનું નિધન

|
Google Oneindia Gujarati News

બેંગલૂરુ, 4 જાન્યુઆરી: મહાભારતમાં શ્રીકૃષ્ણની દ્વારકા નગરી અંગે વાંચ્યું હશે. એક સમય હતો કે લોકો કહેતા હતા હતા કે દ્વારકા નગરી એક કાલ્પનિક નગર છે. પરંતુ આ કલ્પનાને સત્ય સાબિત કરી બતાવ્યું આર્કિયોલોજિસ્ટ પ્રો. એસ.આર રાવે. આજે એજ પ્રો. રાવ આપણી વચ્ચે નથી રહ્યા. પ્રો. રાવનું આજે ગુરુવારે તેમના બેંગલૂરુ ખાતેના તેમના નિવાસ સ્થાને નિધન થયું છે.

પ્રો. રાવે મૈસૂર યુનિવર્સિટીમાંથી અભ્યાસ કર્યા બાદ વડોદરામાં રાજ્ય પુરાતત્વ વિભાગમાં જોડાયા. ત્યારબાદ ભારતીય પુરાતત્વ વિભાગમાં કામ કર્યું. તેમણે શોધખોળ દરમિયાન ઘણી મહત્વપૂર્ણ સ્થળોની શોધ કરી, જેમાં રંગપૂર, અમરેલી, ભગતરે, દ્વારકા, હનૂર, એહોલ, કાવેરીપટ્ટનમનો સમાવેશ થાય છે. અહીં સુધી ગુજરાતના લોથલની શોધ પણ તેણે જ કરી હતી.

પ્રો. રાવ અને તેમની ટીમે 560 મીટર લાંબી દ્વારકાની દીવારની શોધ કરી. સાથે સાથે તેમને ત્યાંથી એ સમયના વાસણો પણ મળી આવ્યા, જે 1528 ઇસા પૂર્વના છે. આ ઉપરાંત સિંધુ ઘાટી સભ્યતાના પણ ઘણા અવશેષો તેમણે શોધ્યા.

તેમણે માત્ર પશ્ચિમી ભારતમાં નહી બલકે દક્ષિણ ભારતમાં પણ ઘણા સ્થળોએ ખોદકામ કરીને શોધ કરી હતી. તેમનું નામ પુરાતત્વની દુનિયામાં ખુબ જ સમ્માન સાથે લેવામાં આવે છે અને લેવાતું રહેશે. તેમણે એ સ્થળે પણ ઘણા રહસ્યો શોધ્યા જ્યાં કુરુક્ષેત્રનું યુદ્ધ થયું હતું.

English summary
Prof. S.R. Rao is a renowned archaeologist and scholar passed away today (Jan.3) in Bangalore. SR Rao has two path-breaking excavations to his credit (both in Gujarat) namely the Harappan port of Lothal and the submerged city of Dwaraka which have fetched him laurels.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X