હરિદ્વારમાં હેલિકૉપ્ટર પર ચડતા લપસીને બેભાન થયા અરુણ જેટલી

Written By:
Subscribe to Oneindia News

કેન્દ્રિય નાણા મંત્રી અરુણ જેટલી રવિવારે હરિદ્વાર માં હેલિકૉપ્ટરમાં ચડતી વખતે પડી ગયા હતા. જેને કારણે તેમને માથામાં ઇજા થઇ હતી. જો કે, તેઓ હવે સ્વસ્થ છે અને દિલ્હી પાછા આવી ગયા છે. અરુણ જેટલી પતંજલિ ના ફૂડ પાર્કની મુલાકાતે આવ્યા હતા, ત્યાંથી પાછા ફરતી વખતે હેલિકૉપ્ટરમાં ચડતા તેમને ચક્કર આવ્યા અને તેઓ હેલિપેડ પર જ લપસી પડ્યા. જેને કારણે તેમને માથામાં ઇજા પહોંચી હતી.

arun jaitley

ઉપલબ્ધ જાણકારી અનુસાર, આ ઘટનામાં અરુણ જેટલીના માથામાં ઇજા થતાં તેઓ બેભાન થઇ ગયાં હતા. પતંજલિના ડૉક્ટરોએ તેમની તપાસ કરી અને જણાવ્યું કે આ ઇજા ખૂબ નજીવી છે અને અરુણ જેટલી સંપૂર્ણ રીતે સ્વસ્થ છે. ત્યાર બાદ તેઓ દિલ્હી પરત ફરી ગયા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર હરિદ્વારથી પરત ફરી અરુણ જેટલીને દિલ્હીમાં યોજાનાર પાર્લિયામેન્ટ્રી બોર્ડની મીટિંગમાં હાજરી આપવાની હતી.

English summary
Finance Minister Arun Jaitley was mildly injured today after he slipped while boarding a helicopter in Haridwar to reach Delhi, an organizer said.
Please Wait while comments are loading...