પીએમ ચહેરો બનવા માટે ધરણાનો ડ્રામા કરી રહી છે મમતા બેનર્જી

પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં સીબીઆઈ અને મમતા બેનર્જી વચ્ચે ચાલી રહેલા ધમાસાણનો ત્રીજો દિવસ છે.

પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં સીબીઆઈ અને મમતા બેનર્જી વચ્ચે ચાલી રહેલા ધમાસાણનો ત્રીજો દિવસ છે. આ મામલે નાણામંત્રી અરુણ જેટલીએ હવે મમતા બેનર્જી પર પ્રહાર કર્યા છે. અરુણ જેટલીએ તેમના ફેસબૂક પોસ્ટમાં ચીટફંડ ઘોટાળા અને તેની જાંચ પર વિસ્તારથી લખ્યું છે. તેમને સવાલ પૂછ્યો છે કે જો સીબીઆઈ એક પોલીસ અધિકારીની પૂછપરછ કરવા માંગે છે તો કઈ રીતે તે સુપર ઇમર્જન્સી સંઘીય ઢાંચા પર પ્રહાર અને સંસ્થાઓની બરબાદી છે?

આ પણ વાંચો: નરેન્દ્ર મોદી સામે વાઘણની જેમ લડી મમતા બેનર્જીઃ શિવસેના

સીબીઆઈ ઘ્વારા ઘણા લોકોની પૂછપરછ કરવામાં આવી અને ધરપકડ કરવામાં આવી

સીબીઆઈ ઘ્વારા ઘણા લોકોની પૂછપરછ કરવામાં આવી અને ધરપકડ કરવામાં આવી

અરુણ જેટલી આગળ લખે છે કે ચીટફંડ કૌભાંડ વર્ષ 2012-13 દરમિયાન સામે આવ્યો હતો. સુપ્રીમકોર્ટે આ મામલે સીબીઆઈને તપાસ સોંપી હતી. સીબીઆઈ ઘ્વારા ઘણા લોકોની પૂછપરછ કરવામાં આવી અને ઘણા લોકોની ધરપકડ પણ થઇ. આ મામલે ઘણા લોકો હમણાં જામીન પર છે.

પીએમ ચહેરો બનવા માટે ધરણાનો ડ્રામા કરી રહી છે મમતા બેનર્જી: અરુણ જેટલી

પીએમ ચહેરો બનવા માટે ધરણાનો ડ્રામા કરી રહી છે મમતા બેનર્જી: અરુણ જેટલી

મુખ્યમંત્રીની આ શરમજનક અને અપ્રમાણિક પ્રતિક્રિયા પાછળ કઈ રાજનીતિ હોય શકે છે? પોતાના ધરણામાં બધા વિપક્ષી દળોને બોલાવવા પાછળ કયો ઉદેશ છે? મમતા બેનર્જીએ આવું એટલા માટે કર્યું જેથી તેઓ વિપક્ષમાં પોતાને બીજા લોકો કરતા વધારે આગળ કરી શકે. પ્રધાનમંત્રી પર હુમલો કરવો તેમની રણનીતિ છે. તેના માધ્યમથી તેઓ પોતાની સાથેના લોકોને સાઈડમાં કરીને પોતાને કેન્દ્રમાં રાખવા માંગે છે.

સંઘીય વ્યવસ્થા કોઈ નારો નથી

અરુણ જેટલી આગળ લખે છે કે સંઘીય વ્યવસ્થા કોઈ નારો નથી. આ કેન્દ્ર અને રાજ્યના સંબધોં વચ્ચે એક નાજુક સંતુલન છે. આપણા સંવિધાનમાં કેન્દ્ર અને રાજ્ય સરકારે વચ્ચે કામ કરવાની પદ્ધતિને સ્પષ્ટ રીતે લખવામાં આવ્યું છે. દેશમાં ઘણી કેન્દ્રીય એજેન્સી અને સંસ્થાઓ છે, જે રાજ્યમાં તપાસ કરે છે. અરુણ જેટલીએ કહ્યું કે આ એવો મામલો છે જેમાં રાજ્ય દેશના સંઘીય ઢાંચા પર પ્રહાર કરી રહ્યું છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X