Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

રાજકીય સમ્માન સાથે અરુણ જેટલીનો અંતિમ સંસ્કાર થયો

આજે પૂર્વ કેન્દ્રીય નાણામંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા અરૂણ જેટલીના પાર્થિવ દેહને અંતિમ મુલાકાત માટે ભાજપના મુખ્યાલય ખાતે રાખવામાં આવશે.

આજે પૂર્વ કેન્દ્રીય નાણામંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા અરૂણ જેટલીના પાર્થિવ દેહને અંતિમ મુલાકાત માટે ભાજપના મુખ્યાલય ખાતે રાખવામાં આવશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર બપોરે 2 વાગ્યે તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. નોંધપાત્ર વાત એ છે કે શનિવારે બપોરે અરૂણ જેટલીનું દિલ્હીના એમ્સમાં નિધન થયું હતું. 9 ઑગષ્ટથી તેમને એમ્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. રવિવારે બપોરે નિગમબોધ ઘાટ પર અરુણ જેટલીના પાર્થિવ શરીરને રાજકીય સમ્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

Arun Jaitley

આ પણ વાંચો: જે સ્કૂલમાં જેટલીના બાળકો ભણ્યાં ત્યાં જ પોતાના ડ્રાઈવર-કુકના બાળકોને પણ ભણાવ્યાં

Aug 25, 2019, 3:27 pm IST

રાજકીય સમ્માન સાથે અરુણ જેટલીનો અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો
Aug 25, 2019, 2:06 pm IST

અરૂણ જેટલીના શવને નિગમબોધ ઘાટ લઈ જવામાં આવી રહ્યો છે. બપોરે 2.30 વાગ્યે નિગમબોધ ઘાટ ખાતે તેમનો અંતિમ સંસ્કાર કરવામાં આવશે
Aug 25, 2019, 2:05 pm IST

હિમાચલ પ્રદેશ સરકારે અરૂણ જેટલીના નિધન પર 2 દિવસનો શોક જાહેર કર્યો.
Aug 25, 2019, 11:24 am IST

પૂર્વ નાણાં મંત્રી અરૂણ જેટલીનો મૃતદેહ રવિવારે સવારે કૈલાસ કોલોની સ્થિત તેમના નિવાસસ્થાનથી અંતિમ દર્શન કરવા માટે ભાજપના મુખ્યાલય પહોંચ્યો છે.
Aug 25, 2019, 11:23 am IST

ગૃહમંત્રી અમિત શાહ, ભાજપ નેતા બી.એલ. સંતોષ, રાજ્યવર્ધન રાઠોડ, વિજય ગોયલ, શિવરાજસિંહ ચૌહાણ, રામ માધવ, મુરલીધર રાવ, અનિલ જૈન ભાજપના મુખ્યાલય ખાતે પહોંચ્યા
Aug 25, 2019, 10:22 am IST

પૂર્વ કેન્દ્રીય મંત્રી અરૂણ જેટલીના પાર્થિવ દેહને ભાજપના હેડક્વાટર લઈ જવામાં આવી રહ્યો છે.
Aug 25, 2019, 10:22 am IST

મોતીલાલ વોરા, એનસીપી પ્રમુખ શરદ પવાર, પ્રફુલ પટેલ, આરએલડી નેતા અજિતસિંહ, આંધ્રપ્રદેશના ભૂતપૂર્વ સીએમ ચંદ્રબાબુ નાયડુએ પૂર્વ કેન્દ્રીય પ્રધાન અરૂણ જેટલીને શ્રદ્ધાંજલિ આપી.
Aug 25, 2019, 10:21 am IST

આજે સવારે ભાજપના નેતાઓ રામ માધવ, કૈલાસ વિજયવર્ગીય અને શિવ પ્રતાપ પહોંચ્યા હતા. એનસીપીના પ્રમુખ શરદ પવારે પણ જેટલીને શ્રદ્ધાંજલિ આપી.
Aug 25, 2019, 10:21 am IST

ભાજપના મુખ્યાલયથી અંતિમ સંસ્કાર માટે પાર્થિવ દેહને નિગમબોધ ઘાટ લઈ જવામાં આવશે.
Aug 25, 2019, 10:20 am IST

જેટલીના પરિવારે વિદેશ ગયેલા પીએમ મોદીને તમામ કાર્યક્રમો પૂરા કર્યા પછી જ દેશ પરત આવવા કહ્યું છે, જેથી તેઓ પૂર્વ નાણાં મંત્રીની અંતિમયાત્રામાં ભાગ લઈ શકશે નહીં.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X