અરુણા રોય છોડશે રાષ્ટ્રીય સલાહકાર પરિષદ

નવી દિલ્હી, 29 મે : સામાજિક કાર્યકર્તા અરુણા રોયે સોનિયા ગાંધીના નેતૃત્વવાળી રાષ્ટ્રીય સલાહકાર પરિષદને છોડવાનો નિર્ણય કરી લીધો છે. રોયનો કાર્યકાળ શુક્રવારે સમાપ્ત થઇ રહ્યો છે. રોયે મનરેગા અંતર્ગત સો દિવસની રોજગારી પર કાઉન્સીલની ભલામણોને નહી માનતા સરકારની ટીકા કરતા જણાવ્યું કે હવે તે એનએસીમાં સદસ્ય તરીકે રહેવા નથી માંગતા.

રોયે સોનિયા ગાંધીને ચિઠ્ઠી લખીને અનુરોધ કર્યો હતો કે એનએસીમાં આવતા કાર્યકાળ માટે તેમના નામ પર વિચાર કરવામાં ના આવે. સોનિયા ગાંધીએ આ અનુરોધનો સ્વીકાર પણ કરી લીધો છે.

રોયે સોનિયાનો આભાર વ્યક્ત કરતા કહ્યુ કે એનએસીની બહાર સોશિયલ સેક્ટર સાથે જોડાયેલ પ્રયત્નમાં તેઓ સહયોગ કરતા રહેશે. રાયે મનરેગા અંતર્ગત મજદૂરોને મળનારી ઓછામાં ઓછી કિંમત પર એનએસીની ભલામણ ના માનવા માટે પ્રધાનમંત્રી કાર્યાલયની ટીકા કરી છે.

રોયે જણાવ્યું છે એ દુર્ભાગ્યપૂર્ણ છે કે પ્રધાનમંત્રીએ એનએસીની ભલામણને માની નહી અને મનરેગા કામદારોને મજૂરી આપવા માટે કર્ણાટકની હાઇકોર્ટના નિર્ણય સામે પડકાર ફેંક્યો છે. તેમણે જણાવ્યું કે સુપ્રીમ કોર્ટના હાઇકોર્ટના આદેશ પર રોક નહીં લગાવ્યા બાદ પણ સરકારે રોજગારી આપી નથી. તેમણે જણાવ્યું કે સો દિવસનું ભથ્થુ મેળવવાની લડાઇ હવે એનએસી બહારથી લડવામાં આવશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X