કેજરીવાલે ભોપાલ એનકાઉંટરને ગણાવ્યુ નકલી, મોદી પર ઉઠાવ્યા સવાલ

Subscribe to Oneindia News

રવિવારે ભોપાલ જેલથી ભાગ્યા બાદ 8 સિમી આતંકવાદીઓને પોલિસ એનકાઉંટરમાં ઠાર મરાયા બાદ પોલિસની સ્ટોરી પર સતત સવાલો ઉઠી રહ્યા છે. અરવિંદ કેજરીવાલે પણ આના પર સવાલ ઉઠાવ્યા છે.

kejriwal


દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ટ્વીટ કરીને ભોપાલ એનકાઉંટરની સત્યતા પર સવાલ ઉઠાવ્યા છે. કેજરીવાલે ટ્વીટ કરીને આને નકલી એનકાઉંટર ગણાવ્યુ છે. કેજરીવાલે કહ્યુ કે નકલી કેસ, નકલી એનકાઉંટર, રોહિત વેમુલા, કે જી બંસલ, ગાયબ નજીબ અને આરએસએસ, ગૌરક્ષક, એબીવીપીની ગુંડાગીરી. આ મોદી રાજ છે.

kumar

કુમાર વિશ્વાસ બોલ્યા, ન્યાય માંગનારા દેશદ્રોહી


આમ આદમી પાર્ટીના નેતા અને કુમાર વિશ્વાસે ટ્વીટ કરીને કહ્યુ, " જેની સત્તા છે તે 'દેશ' છે, બાકી જે પણ બોલે સવાલ કરે , ન્યાય માંગે તે 'દેશદ્રોહી' છે." જે આ નવી લોકતાંત્રિક વ્યાખ્યા સાથે સંમત ના હોય તે પાક જતા રહે.

ashutosh

હેડ કોંસ્ટેબલ રમાશંકરની મોત શંકાસ્પદ

આમ આદમીના નેતા આશુતોષે જેલમાં હેડ કોંસ્ટેબલ રમાશંકરની મોત શંકાસ્પદ બતાવી છે. આ પહેલા કોંગ્રેસના ઘણા નેતા પણ એનકાઉંટર પર સવાલ ઉઠાવી ચૂક્યા છે.

તમને જણાવી દઇએ કે સોમવાર સવારે ભોપાલ પોલિસે 8 સિમી આતંકવાદીઓને એનકાઉંટરમાં ઠાર માર્યા હતા જે મોડી રાત્રે જેલ તોડી ફરાર થયા હતા. પોલિસ એનકાઉંટરની સ્ટોરી પર ઘણા નેતા સતત સવાલો ઉઠાવી રહ્યા છે.

English summary
Arvind kejriwal attacks pm modi
Please Wait while comments are loading...