For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોટાથી દિલ્લીના છાત્રોને પાછા લાવવા માટે થઈ રહી છે વ્યવસ્થાઃ કેજરીવાલ

દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ગુરુવારે જણાવ્યુ કે તેમની સરકાર રાજસ્થાનના કોટામાં ફસાયેલા દિલ્લીના છાત્રન વાપસી માટે વ્યવસ્થા કરી રહી છે.

|
Google Oneindia Gujarati News

દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ગુરુવારે જણાવ્યુ કે તેમની સરકાર રાજસ્થાનના કોટામાં ફસાયેલા દિલ્લીના છાત્રન વાપસી માટે વ્યવસ્થા કરી રહી છે. કેજરીવાલે ટ્વિટ કરીને જણાવ્યુ કે વહેલી તકે કોટામાં રહેતા દિલ્લીના છાત્રોની ઘરવાપસી માટે વ્યવસ્થા કરી દેવામાં આવશે. કેજરીવાલે અધિકારીઓને આની યોજના બનાવવા માટે કહ્યુ છે. સાથે જ બીજા રાજ્યોમાં ફસાયેલા દિલ્લીના લોકોને પાછા લાવવા માટે પણ તેમણે જલ્દી યોજના તૈયાર કરવાની વાત કહી છે. આ પહેલા બુધવારે અરવિંદ કેજરીવાલે કહ્યુ હતુ કે બીજા રાજ્યોના જે લોકો દિલ્લીમાં છે તેમની વાપસીની વ્યવસ્થા થઈ રહી છે.

arvind kejriwal

કેજરીવાલે ટ્વિટ કરીને લખ્યુ, કેન્દ્રીય ગૃહ મંત્રાલયનો આદેશ મળ્યાબાદ બીજા રાજ્યોના સંપર્કમાં છે જેથી અહીં ફસાયેલા મજૂરોને પોત પોતાના ઘરે પહોંચાડી શકાય. કેજરીવાલે કહ્યુ કે સંબંધિત રાજ્ય સરકારે સાથે એક-બે દિવસમાં આખો પ્લાન નક્કી કરી લેવામાં આવશે. કેજરીવાલે ટ્વિટર દ્વારા પ્રવાસી મજૂરોને અપીલ કરી કે તે યોજનાને કાર્યાન્વિત કરવા સુધી ઘરોમાં જ રહે અને બંધનુ પાલન કરે. તમને જણાવી દઈએ કે લૉકડાઉનના કારણે ઘરોથી દૂર દેશના વિવિધ શહેરોમાં ફસાયેલા પ્રવાસી મજૂરો, પર્યટકો, છાત્રો અને અન્ય લોકોને શરતો સાથે તેમના ઘરે જવાની અનુમતિ કેન્દ્રીય ગૃહ મંત્રાલયે આપી છે.

કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લાએ એક આદેશમં કહ્યુ કે ફસાયેલા લોકોના સમૂહોને લઈ જવા માટે બસોની વ્યવસ્થા કરવામાં આવશે અને આ વાહનોને સંક્રમણથી મુક્ત કરવામાં આવશે તથા સીટો પર બેસતી વખતે સામાજિક અંતરનુ પાલન કરવાનુ રહેશે. આની વ્યવસ્થા રાજ્ય સરકારો પરસ્પર વાતચીતથી કરશે. તમને જણાવી દઈએ કે 25 માર્ચ બાદથી સતત દેશમાં લૉસડાઉન છે અને તમામ રેલ, બસ, હવાઈ સેવાઓ બંધ છે્.

આ પણ વાંચોઃસલમાન ખાને ઋષિ કપૂરના નિધન પર કર્યુ ટ્વિટ, 'બોલ્યુ ચાલ્યુ માફ કરજો ચિંટૂ સર'આ પણ વાંચોઃસલમાન ખાને ઋષિ કપૂરના નિધન પર કર્યુ ટ્વિટ, 'બોલ્યુ ચાલ્યુ માફ કરજો ચિંટૂ સર'

English summary
Arvind Kejriwal govt is making arrangements to bring back students from Kota Rajasthan
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X