For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હવે કેજરીવાલના નિશાના પર હશે ન્યાયપાલિકા

|
Google Oneindia Gujarati News

arvind-kejriwal
નવીદિલ્હી, 10 નવેમ્બરઃ દિગ્ગજ રાજકારણીઓ અને બિઝનેસ ટાઇકૂન્સને નિશાન બનાવ્યા બાદ હવે ઇન્ડિયા અંગેન્સ્ટ કરપ્શનના નિશાના પર ન્યાયપાલિકા હશે. સૂત્રો પાસેથી મળેલા સમાચાર અનુસાર આઇએસી નેતા અરવિંદ કેજરીવાલની ટીમ ન્યાયપાલિકાને લઇને પોતાના કામ શરૂ કરી ચૂકી છે અને ટૂંક સમયમાં કેજરીવાલનો બોમ્બ ન્યાયપાલિકા પર ફૂટશે. અરવિંદ કેજરીવાલે કહ્યું કે મોટા મામલાઓ અદાલતોમાં ગણા વર્ષોથી ચાલી રહેલા છે અને કોઇ નિર્ણય આવ્યા નથી.

કેજરીવાલની વાતો પર ધ્યાન આપીએ તો એક ટીવી ચેનલ સાથે વાતચીત દરમિયાન તેમને પૂછવામાં આવ્યું કે તે આરોપોને લઇને અદાલતમાં કેમ નથી જતા, તો આ અંગે કેજરીવાલે કહ્યું કે, સરકાર એ જ ઇચ્છે છે, જેથી તે બધુ પોતાની મરજી પ્રમાણે કરાવી શકે. તેમણે કહ્યું કે ઇન્ડિયા અગેન્સ્ટ કરપ્શનના કાર્યકર્તાઓ અને વકીલ પ્રશાંત ભૂષણ ન્યાયપાલિકાના મુદ્દે મીડિયાને સંબોધિત કરશે.

નોંધનીય છે કે શુક્રવારે અરવિંદ કેજરીવાલે સ્વિસ બેન્કમાં જમા ભારતના નાણા અંગે ખુલાસો કરતા કહ્યું કે તેમાં તમામ ભારતીયોના એકાઉન્ટ છે. જેની યાદી આપણા દેશની સરકારને મળી. આ લોકોના કેટલા પૈસા જમા હતા, એ યાદી ભારત સરકારને મળી, પરંતુ સરકારે કોઇ પગલાં ભર્યા નથી. ખુલાસાના દોરમાં અરવિંદ કેજરીવાલે આ વખતે પણ રિલાયન્સ કંપનીને ઘેરી સાથોસાથ એચએસબીસી બેન્ક પર પણ ચોંકવાનારા આરોપો લગાવ્યા. કેજરીવાલે ખુલાસો કર્યો કે સ્વિસ બેન્કમાં અનિલ અંબાણી અને મુકેશ અંબાણીના 100-100 કરોડ રૂપિયા છે.

English summary
Activist Arvind Kejriwal on Friday said that India Against Corruption would now target the judiciary, after taking on politicians and businessmen.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X