For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ટાઇમની યાદીમાં એકમાત્ર ભારતીય કેજરીવાલ

|
Google Oneindia Gujarati News

kejriwal
નવી દિલ્હી, 30 માર્ચઃ આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલનો પ્રભાવ દિલ્હી સરકાર પર દેખાય કે નહીં, પરંતુ ટાઇમ મેગેઝિને તેમને પ્રભાવશાળી વ્યક્તિઓની યાદીમાં સામેલ કરી લીધા છે. મહત્વની વાત એ છે કે ભારતમાંથી કેજરીવાલ સિવાય અન્ય કોઇને પણ આ યાદીમાં સમાવાયા નથી.

ભારતમાંથી માત્ર અરવિંદ કેજરીવાલનું નામ છે. જનલોકપાલ માટે થયેલા આંદોલનથી ચર્ચિત થયેલા અરવિંદ કેજરીવાલ હાલ દિલ્હીમાં વિજળી અને પાણીના વધુ બીલો વિરુદ્ધ અનશન કરી રહ્યાં છે. હાલ વોટિંગમાં અરવિંદ કેજરીવાલ ચોથા નંબર છે અને પોલમાં તેમને સારું એવું સમર્થન મળી રહ્યું છે. તેમને એમેરિકન રાષ્ટ્રપતિ બરાક ઓબામા કરતા પાંચ ગણા વધું મત મળ્યા છે. જો કે, ભારતમાંથી માત્ર અરવિંદ કેજરીવાલને જ કેમ પસંદ કરવામાં આવ્યા તેને અનેક પ્રશ્નો ઉઠી રહ્યાં છે.

153 લોકોની યાદીમાં સીરિયાના રાષ્ટ્રપતિ બશર અલ અસદ, ઇજિપ્તના પ્રેસિડેન્ડ મોહમ્મદ મોર્સી, અમેરિકન રાષ્ટ્રપતિ બરાક આબોમાની પત્ની મિશેલ ઓબામા અને પાકિસ્તાનની મહાલા યુસુફજાઇનું નામ છે. મોહમ્મદ મોર્સી 29 હજાર વોટ સાથે ટોપ ચાલી રહ્યાં છે.

ટાઇમ ઘણા સમયથી વિશ્વના સૌથી પ્રભાવશાળી લોકોની યાદી બહાર પાડી રહ્યું છે. ગત વર્ષે બાસ્કેટબોલ ખેલાડી જેરેમી લિનને સૌથી પ્રભાવશાળી માનવામાં આવ્યો હતો. વર્ષ 2010માં બ્રાઝીલના રાષ્ટ્રપતિ લૂલા ડિ સિલ્વા અને 2011માં વઇલ ગોહિમ ટોચ પર રહ્યાં હતા.

English summary
Aam Admi Party leader Arvind Kejriwal is only Indian listed in Time Magazine's list of World's icons and heroes.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X