For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આસારામ બાપુ આજે હાજર નહીં થાય તો થશે ધરપકડ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી/જોધપુર, 30 : આધ્યાત્મિક ગુરુ આસારામ બાપુને આપવામાં આવેલા જોધપુર પોલીસના સમનનો સમય આજે સમાપ્ત થાય છે. આની સાથે જ આસારામ પર ધરપકડનો ભય વધતો જાય છે. જો આજે તેઓ પૂછપરછ માટે જોધપૂર પોલીસ સમક્ષ હાજર નહીં થાય તો તેમની ધરપકડ થઇ શકે છે. જોકે આસારામ બાપુના પુત્ર નારાયણ સાઇએ જણાવ્યું હતું કે બાપુ આજે જોધપુર પોલીસ સમક્ષ પોતાનું આત્મસમર્પણ કરે તેવી શક્યતા નથી.

અત્રે ઉલ્લેખનીય છે કે આસારામ બાપુ શારીરિક શોષણના એક મામલામાં આરોપી છે. તેમની પર 16 વર્ષીય સગીરા સાથે દુષ્કર્મ કરવાનો આરોપ છે. જોકે આસારામે પોતાની ઉપર લાગેલા આ આરોપોનું ખંડન કરતા જણાવ્યું કે આની પાછળ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીનો હાથ છે. તેમણે પોલીસને 19 સપ્ટેમ્બરના સમય સુધીની માંગ કરી હતી, પરંતુ પોલીસે તેને નામંજૂર કરી દીધી.

asaram bapu
આ પહેલા ગૃહમંત્રાલયે જણાવ્યું કે રાજસ્થાન સરકારને આસારામની સાથે ખાસ પ્રકારનો વ્યવહાર ના કરવો જોઇએ અને તેમને સામાન્ય વ્યક્તિ માનીને યોગ્ય કાર્યવાહી કરવી જોઇએ. રાજસ્થાન સરકારને મોકલવામાં આવેલ પરામર્શમાં ગૃહ મંત્રાલયે જણાવ્યું કે આસારામને પણ એ જ અધિકાર મળવા જોઇએ જે શારીરિક ક્રાઇમના કોઇ આરોપીને આવા સમયે મળે છે. તેમને કોઇ ખાસ પ્રકારની સુવિધા ના આપવી જોઇએ.

રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહલોતે આસારામની સામે લાગેલા આરોપોની તપાસના પરિણામના આધાર પર તેમની સામે કડક કાર્યવાહી કરવાનું આશ્વાસન આપ્યું છે. સમનમાં આસારામ બાપુએ 30 ઑગસ્ટ સુધી પૂછપરછ માટે હાજર થવા માટે કહેવામાં આવ્યું છે.

English summary
Asaram Bapu has no plans to surrender today before the Asaram Bapu has no plans to surrender today before the Jodhpur Police, says his son Narayan Sai.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X