આસારામના સમર્થકોએ હંગામો મચાવતા વિમાનનું બેલેન્સ બગડ્યું
આસારામને રવિવારે સારવાર માટે દિલ્હી લાવવામાં આવ્યા હતા. આસારામને સારવાર માટે જોધપુરથી એર ઈન્ડિયાના પ્લેનમાં દિલ્હી લાવવામાં આવ્યા છે. પોલીસે આસારામની સુરક્ષા માટે પૂરતી વ્યવસ્થા કરી હતી.

પરંતુ પ્લેનમાં 70 સીટમાંથી 35 સીટો તેમના સમર્થકોએ બુક કરાવી લીધી હતી. સમર્થકોએ પ્લેનમાં હોબાળો પણ કર્યો હતો. એક સમયે અડધે રસ્તે તેમના સમર્થકો પ્લેનના પાછળના ભાગમાં ઉભા થઇ જતા પ્લેન ડોલવા લાગ્યું હતું.

આસારામના સમર્થકોનો હંગામો એટલો બધો વધી ગયો કે એરહોસ્ટેસ્ટના સમજાવવા છતાં પણ તેઓ માન્યા નહીં. આખરે જયારે વિમાનના પાયલેટ પ્લાન ડોલે છે. તેવી વોર્નિંગ આપી ત્યારે બધા શાંત પડ્યા અને પોતાની જગ્યા પર બેસી ગયા.

સુરક્ષા કારણોસર તેમના કાફલમાં એકસમાન 3-4 કાર રાખવામાં આવી હતી. જેથી આસારામ કઈ ગાડીમાં છે તેની ઉપદ્રવીઓને જાણ ન થાય. આસારામને દિલ્હીના તિહાર જેલમાં અન્ય કેદીઓથી અલગ રાખવાની વ્યવસ્થા પણ કરવામાં આવી રહી છે.

આસારામ માટે એક અલગ ડોક્ટરોની ટીમ પણ બનાવવામાં આવી છે. એટલું જ નહિ પરંતુ આસારામના રૂમમાં કોઈને પણ જવાની મંજૂરી આપવામાં નહિ આવે. આસારામની સુરક્ષામાં 3 ડઝન કરતા પણ વધારે પોલીસકર્મીઓ રાખવામાં આવશે.

આસારામ પર શાહજહાંપુરની 16 વર્ષીય યુવતી પર યૌન ઉત્પીડનનો આરોપ લગાવવામાં આવ્યો હતો. પીડિતે આસારામ પર રાજસ્થાનના મનાઇ ગામના આશ્રમમાં બળાત્કાર કર્યો હોવાનો આરોપ લગાવ્યો હતો. એટલું જ નહીં પીડિતાનો આરોપ છે કે તેને આસારામે જાનથી મારવાની ધમકી પણ આપી હતી. જો કે આસારામનું કહેવું છે કે આ તમામ આરોપો ખોટા છે.












Click it and Unblock the Notifications
