આસારામ રેપ કેસ: સુપ્રિમ કોર્ટે UP સરકારને આપ્યો આ આદેશ!

Posted By:
Subscribe to Oneindia News

સુપ્રીમ કોર્ટે શુકવારે હરિયાળા અને ઉત્તર પ્રદેશની સરકારને આસારામ બાપુ બળાત્કાર કેસના સાક્ષીઓને યોગ્ય સુરક્ષા આપવાનો આદેશ કર્યો છે. જસ્ટિસ અર્જન કુમાર સિકરી અને જસ્ટિસ અશોક ભૂષણ આ અંતરિમ આદેશ પાસ કર્યો છે. અદાલતે આ આદેશ ચાર સાક્ષીઓના વકીલની યાચિકા હેઠળ જાહેર કર્યો છે. અરજકર્તાઓના વકીલે આ કેસ સાથે જોડાયેલા ચાર સાક્ષીઓની સંપૂર્ણ સુરક્ષા માંરગી છે. કારણ કે આ પહેલા આ કેસના ત્રણ સાક્ષીઓની હત્યા કરવામાં આવી છે. વધુમાં જે સાક્ષીઓની હત્યા થઇ છે તેની તપાસ પણ SIT કે CBI દ્વારા કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. આ રિપોર્ટ મુજબ 10 સાક્ષીઓમાંથી અત્યાર સુધીમાં 3 સાક્ષીઓની હત્યા થઇ ગઇ છે. અને 7 પર ધાતકી હુમલા કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

asharam

નોંધનીય છે કે આ કેસમાં રાજસ્થાનની જોધપુર પોલીસે વર્ષ 2013માં 3 ઓગસ્ટના રોજ આસારામની ધરપકડ કરી હતી. અને તે પછીથી આજ દિવસ સુધી તે જેલમાં છે. આસારામ પર સગીર યુવતી પર યૌન શોષણનો મામલો દાખલ છે. જો કે આ મામલે આસારામ અનેક વાર જામીન પર છૂટા થવાની અરજી કરી ચૂક્યા છે પણ કોર્ટે દર વખતે તેમની આ અરજી ફગાવી દીધી છે. વધુમાં તેમનો પુત્ર નારાયણ સાંઇ પણ બળાત્કારના કેસમાં જ જેલમાં બંધ છે. અને બન્ને પર હાલ કોર્ટમાં કેસ ચાલી રહ્યા છે.

Read also :આસારામ રેપ કેસ: સુપ્રિમ કોર્ટે કહ્યું ક્યારે અટકશે સાક્ષીઓની હત્યાનો આ સીલસીલો?

English summary
Supreme Court directs UP, Haryana to provide security to witnesses in Asharam rape case.
Please Wait while comments are loading...