વિવેક તિવારી મામલે 'હિંદુની હત્યા' ટ્વીટ પર કેજરીવાલ ઘેરાયા, ભાજપી નેતાએ કરી ફરિયાદ
વિવેક તિવારી મામલે 'હિંદુની હત્યા' ટ્વીટ પર કેજરીવાલ ઘેરાયા, ભાજપી નેતાએ કરી ફરિયાદ
નવી દિલ્હીઃ વિવેક તિવારી હત્યાકાંડ મામલે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે કરેલા ટ્વીટે બબાલ મચાવી છે. ભાજપના નેતા અને વકીલ અશ્વિની ઉપાધ્યાયે સીએમ કેજરીવાલ વિરુદ્ધ તિલક માર્ગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. અશ્વિની ઉપાધ્યાયે કેજરીવાલ વિરુદ્ધ આઈપીસીની કલમ 153A, 295A, 504 અને આઈટી એક્ટની કલમ 67 અંતર્ગત ફરિયાદ નોંધાવી છે.

કેજરીવાલના ટ્વીટ પર ઘમાસાણ
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ટ્વીટ કર્યું હતું કે વિવેક તિવારી તો હિંદુ હતો પછી એને કેમ માર્યો? કેજરીવાલે કહ્યું કે ભાજપના નેતા દેશભરમાં છોકરીઓનો રેપ કરતા ફરે છે, તેઓ હિંદુઓ માટે હિતરક્ષક નથી, જો સત્તા મેળવવા માટે હિંદુઓનું ખુન કરવું પડે તો તેઓ બે મિનિટ પણ નહિ વિચારે.
|
અશ્વિની ઉપાધ્યાયે કેસ કર્યો

કલ્પનાએ પણ કહ્યું- આ મામલાને ધર્મ સાથે ન જોડો
જણાવી દઈએ કે વિવેકની પત્નીએ પણ દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે કરેલ ટ્વીટની આકરી પ્રતિક્રિયા આપી હતી. એમણે કહ્યું કે અરવિદ કેજરીવાલે આવું ટ્વીટ નહોતું કરવું જોઈતું. હું કેવા હાલાતમાંથી પસાર થઈ રહી છું તેઓ નથી જાણતા, મારા પતિના મૃત્યુ પર કોઈપણ પ્રકારની રાજનીતિ ન થવી જોઈએ, તેઓ આ મામલાને જાતિ અને ધર્મ સાથે ન જોડે.
આ પણ વાંચો- કેજરીવાલનો ભાજપને સવાલ, વિવેક તો હિન્દૂ હતો, તેને કેમ માર્યો?












Click it and Unblock the Notifications
