For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રામપુરથી આસિમ રજા સપાના ઉમેદવાર જાહેર, આઝમખાન સસ્પેન્ડ થતા ખાલી પડી હતી સીટ!

ઉત્તર પ્રદેશમાં સપાના મોટા નેતા આઝમ ખાનને ધારાસભ્ય પદેથી સસ્પેટન્ડ કરાયા બાદ હવે રામપુર સીટ પર પેટા ચૂંટણી યોજાઈ રહી છે. રામપુર વિધાનસભા સીટ પર પેટાચૂંટણી માટે સપાએ અસીમ રઝાને ઉમેદવાર બનાવ્યા છે.

By Desk
|
Google Oneindia Gujarati News

ઉત્તર પ્રદેશમાં સપાના મોટા નેતા આઝમ ખાનને ધારાસભ્ય પદેથી સસ્પેટન્ડ કરાયા બાદ હવે રામપુર સીટ પર પેટા ચૂંટણી યોજાઈ રહી છે. રામપુર વિધાનસભા સીટ પર પેટાચૂંટણી માટે સપાએ અસીમ રઝાને ઉમેદવાર બનાવ્યા છે.

Asim RajA

આઝમ ખાનની સદસ્યતા રદ થતાં રામપુરની સીટ ખાલી પડી છે. રામપુરમાં સપાની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. રામપુરમાં યોજાયેલી બેઠકમાં આઝમ ખાન અને અબ્દુલ્લા આઝમ પણ હાજર હતા. ભાજપે આ સીટ પર આકાશ સક્સેનાને ટિકિટ આપી છે. રામપુર સીટ પર 18મી નવેમ્બર સુધી નોમિનેશન થશે. 5 ડિસેમ્બરે મતદાન થશે અને 8 ડિસેમ્બરે મતગણતરી થશે.

અસીમ રઝાએ જૂન 2022માં રામપુર લોકસભા સીટ માટે પેટાચૂંટણી લડી હતી પરંતુ ભાજપના ધનશ્યામ લોધી સામે પરાજય થયો હતો. અખિલેશ યાદવ વિધાનસભામાં ચૂંટાયા બાદ આ બેઠક ખાલી પડી હતી. અસીમ રઝા આઝમ ખાનના નજીકના નેતા માનવામાં આવે છે. લોકસભા પેટાચૂંટણીમાં હાર બાદ પણ સપાએ ફરી એકવાર અસીમ રઝા પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. તે શમ્સી પંજાબી સમુદાયમાંથી આવે છે. લાંબા સમયથી જોડાયેલા છે અને સારૂ પ્રભુત્વ ધરાવે છે.

સપાએ મૈનપુરી સીટ પર થનારી લોકસભા પેટાચૂંટણીમાં ડિમ્પલ યાદવને પોતાના ઉમેદવાર તરીકે ઉતાર્યા છે. ભાજપે પૂર્વ સાંસદ રઘુરાજ સિંહ શાક્યને ડિમ્પલ યાદવ સામે ઉમેદવાર જાહેર કર્યા છે. શાક્ય એક સમયે શિવપાલ યાદવના નજીકના માનવામાં આવતા હતા, પરંતુ તેઓ આ વર્ષે પ્રગતિશીલ સમાજવાદી પાર્ટીમાંથી રાજીનામું આપીને ભાજપમાં જોડાયા હતા. સમાજવાદી પાર્ટીના સંરક્ષક મુલાયમ સિંહ યાદવના નિધનને કારણે મૈનપુરી સંસદીય બેઠક પર ચૂંટણી થઈ રહી છે. મૈનપુરી બેઠક લાંબા સમયથી મુલાયમ પરિવારનો ગઢ માનવામાં આવે છે.

English summary
Asim Rajya SP candidate announced from Rampur
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X