ભારતે રોહીંગ્યા મુસલમાનોના વધુ એક ગ્રૂપને મ્યાનમાર મોકલ્યા
ભારતના નોર્થ ઈસ્ટ પ્રાંતમાં અવેધ રોહીંગ્યા પર થઇ રહેલી કાર્યવાહીમાં છેલ્લા ચાર મહિનામાં આ બીજી વાર છે જયારે રોહીંગ્યા પરિવારને મ્યાનમાર પાછા મોકલી આપવામાં આવ્યા છે.
ભારતે ગુરુવારે વધુ કે રોહીંગ્યા મુસ્લિમ પરિવારને મ્યાનમાર મોકલી આપ્યા છે. ભારતના નોર્થ ઈસ્ટ પ્રાંતમાં અવેધ રોહીંગ્યા પર થઇ રહેલી કાર્યવાહીમાં છેલ્લા ચાર મહિનામાં આ બીજી વાર છે જયારે રોહીંગ્યા પરિવારને મ્યાનમાર પાછા મોકલી આપવામાં આવ્યા છે. અવેધ રોહીંગ્યાને દેશની સુરક્ષા માટે ખતરો માની રહેલી કેન્દ્ર સરકારે નોર્થ ઈસ્ટમાં હજારો લોકોની ઓળખ કરી છે, જેમને પાછા મ્યાનમાર મોકલવાની તૈયારી ચાલી રહી છે.
આ પણ વાંચો: 400 રોહિંગ્યાઓએ પશ્ચિમ બંગાળથી ભાગીને હરિયાણા અને કાશ્મીરમાં લીધી શરણ

અસમની સરકારે પાંચ રોહિંગ્યાને પાછા મોકલ્યા
અસમની સરકારે જે પાંચ રોહિંગ્યાને પાછા મોકલ્યા છે, તેમાં પતિ, પત્ની અને ત્રણ બાળકો પણ શામિલ છે. આ પરિવારની વર્ષ 2014 દરમિયાન ધરપકડ કરવામાં આવી હતી, જેમને સીમા પારથી ભારતમાં ઘૂસણખોરી કરી હતી.

અસમના એડિશનલ ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ
ન્યુઝ એજેન્સી રોઉટર્સ સાથે વાત કરતા અસમના એડિશનલ ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ ઘ્વારા જણાવવામાં આવ્યું કે, "પાંચ રોહિંગ્યાને સીમાની બીજી બાજુ મોકલીને મ્યાનમાર અધિકારીઓને સોંપી દેવામાં આવ્યા છે'. તેમને આગળ જણાવ્યું તે તેમને 20 અન્ય મ્યાનમાર નાગરિકોની અવેધ પ્રવેશના આરોપમાં ધરપકડ કરી છે. હજુ સુધી આ બાબતે જાણકારી નથી મળી કે બધા જ રોહીંગ્યા મુસલમાન હતા કે નહિ.

7 રોહીંગ્યા મુસલમાનોને પાછા મ્યાનમાર મોકલ્યા
ભારતે ગયા વર્ષે ઓક્ટોબરમાં 7 રોહીંગ્યા મુસલમાનોને પાછા મ્યાનમાર મોકલ્યા હતા. ત્યારથી રેફ્યુજી કેમ્પમાં રહી રહેલા શરણાર્થીઓમાં ભય પેદા થઇ ગયો હતો. ભારતમાં રહી રહેલા રોહીંગ્યા શરણાર્થીઓ હિંસાના ડરને કારણે મ્યાનમાર પાછા જવા નથી માંગતા.

40,000 રોહીંગ્યા મુસલમાનો
ગયા વર્ષે ગૃહમંત્રાલયે સંસદમાં જણાવ્યું હતું કે નવેમ્બર સુધી સીમા પર બીએસએફ જવાનોએ 230 રોહીંગ્યા મુસલમાનોને હિરાસતમાં લીધા હતા, જે અત્યારસુધીનો સૌથી મોટો આંકડો છે. આપને જણાવી દઈએ કે ભારતના અલગ અલગ ભાગોમાં લગભગ 40,000 રોહીંગ્યા મુસલમાનો રહી રહ્યા છે.












Click it and Unblock the Notifications
