For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વિધાનસભા ચૂંટણી 2021: કોરોના સંક્રમિત દર્દી પણ કરી શકે મતદાન, જાણો કેવી રીતે?

આવો, જાણીએ કેવી રીતે કોરોના સંક્રમિત દર્દી કરી શકે છે મતદાન?

|
Google Oneindia Gujarati News

વિધાનસભા ચૂંટણીઃ ભારતમાં વધતા કોરોના વાયરસના કેસો વચ્ચે દેશમાં પશ્ચિમ બંગાળ, આસામ, તમિલનાડુ, કેરળ અને પુડુચેરીમાં આજે ચૂંટણી થઈ રહી છે. મંગળવારે(6 એપ્રિલ) પાંચ રાજ્યોની 475 સીટો પર મતદાન થઈ રહ્યુ છે. આ દરમિયાન તમારા બધાના મનમાં એક સવાલ થશે કે દેશમાં એક લાખથી વધુ કોવિડ-19ના દર્દી છે, તો શું તેઓ મતદાન કરી શકે છે. તો તમને જણાવી દઈએ કે ચૂંટણી પંચે એ વાતનુ એલાન પહેલેથી જ કર્યુ હતુ કે બધા કોવિડ-19 પૉઝિટીવ દર્દી પણ ચૂંટણીમાં ભાગ લઈ શકે છે અને મતદાન કરવા મટા પોલિંગ બૂથ પર જઈ શકે છે. ભારતીય ચૂંટણી પંચ(ECI)એ કોવિડ-19 રોગીઓને પોલિંગ બૂથ સુધી પહોંચવા અને મત આપવા માટે અલગથી વિશિષ્ટ વ્યવસ્થા કરી છે. આવો, જાણીએ કેવી રીતે કોરોના સંક્રમિત દર્દી કરી શકે છે મતદાન?

election

ચૂંટણી પંચે પહેલેથી જ એ અંગેની ઘોષણા કરી હતી કે કોરોના સંક્રમિત મતદાતાઓ માટે વોટિંગનો ટાઈમ એક કલાક વધારવામાં આવી રહ્યો છે. સામાન્ય રીતે સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી મતદાન હોય છે પરંતુ કોરોના દર્દીઓને ધ્યાનમાં રાખીને સાંજે 6 વાગ્યાના બદલે 7 વાગ્યા સુધી મતદાન કરી શકાશે.

કેવી રીતે કોરોના સંક્રમિત મતદાર કરી શકે છે વોટિંગ?

પશ્ચિમ બંગાળ, આસામ, તમિલનાડુ, કેરળ અને પુડુચેરીમાં જે મતદારો કોરોનાના કારણે આઈસોલેટ છે, હોમ ક્વૉરંટાઈન છે તેવા વોટર્સ મત આપવા માટે મંગળવારે(6 એપ્રિલ) સાંજે 6 વાગ્યાથી 7 વાગ્યા વચ્ચે મતદાન કેન્દ્ર પર જઈ શકે છે. કેન્દ્ર પર પહોંચ્યા બાદ પોલિંગ બૂથ પર અધિકારીઓને પોતાના કોરોના સંક્રમણ વિશે સૂચિત કરવાના રહેશે. ત્યારબાદ કોરોના સંક્રમિત વોટર અને મતદાન અધિકારીએ પીપીઈ કિટ પહેરવાની રહેશે. મતદાન કેન્દ્રો પર મતદાન અધિકારીઓને પીપીઈ કિટ અને કીટાણુનાશક પહેલેથી જ ચૂંટણી પંચ દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે.

મતદાન કેન્દ્રો પર મતદાન અધિકારીઓને પીપીઈ કિટ અને કીટાણુનાશક ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. બૂથ અધિકારીઓએ રોગીને પોલિંગ બૂથમાં લઈ જતા પહેલા પીપીઈ કિટ પહેરાવીને અંદર લઈ જવાના રહેશે. પછી સેનિટાઈઝ કર્યા બાદ સંક્રમિત વોટર વોટ કરશે અને તેના ગયા બાદ અધિકારીઓએ પોલિંગ બૂથને ફરીથી સેનિટાઈઝ કરવાનુ રહેશે.
ચૂંટણી પંચના નિર્દેશ પર જિલ્લા ચૂંટણી અધિકારીએ કર્મચારીઓને ચૂંટણી ફરજ પર પીપીઈ કિટ અને કીટાણુનાશકના ઉપયોગ માટે પહેલા જ ટ્રેન્ડ કર્યા છે કે અધિકારીઓએ જો કોઈ કોરોના દર્દી વોટિંગ માટે આવે તો શું અને કેવી રીતે કરવાનુ છે. મતદાન દરમિયાન માસ્ક અને સોશિયલ ડિસ્ટંસીંગનુ પાલન કરવુ અનિવાર્ય રહેશે. આ ઉપરાંત દિવસમાં આવતા દરેક વોટરનુ તાપમાન ચેક કરવામાં આવશે. જે કોઈને પણ તાવ હોય તેને સાંજે 6 અને 7 વચ્ચે મત આપવાનુ કહેવામાં આવશે.

સુપરસ્ટાર રજનીકાંત અને કમલ હાસને આપ્યો મત, થઈ રહ્યુ છે મતદાનસુપરસ્ટાર રજનીકાંત અને કમલ હાસને આપ્યો મત, થઈ રહ્યુ છે મતદાન

English summary
Assembly Elections 2021: coronavirus patients can also cast their vote, Know how.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X