For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પ્રધાનમંત્રીએ મહાબોધિ સીરિયલ બ્લાસ્ટની કરી નિંદા

|
Google Oneindia Gujarati News

manmohan singh
નવી દિલ્હી, 7 જુલાઇ : પ્રધાનમંત્રી મનમોહન સિંહે બોધગયામાં મહાબોધિ મંદિરમાં આતંકી હુમલાની કડક શબ્દોમાં નિંદા કરી છે. અને જણાવ્યું છે કે ધાર્મિક સ્થળો પર આવા હુમલાઓને સાખી લેવામાં નહી આવે.

પ્રધાનમંત્રી કાર્યાલય તરફથી આવેલા નિવેદન અનુસાર મનમોહન સિંહે બોધગયામાં પવિત્ર મહાબોધિ મંદિરમાં વિસ્ફોટની કડક શબ્દોમાં નિંદા કરી છે. તેમણે જણાવ્યું છે કે અમારી મિશ્રિત સંસ્કૃતિ અને પરંપરા આપણને બધા જ ધર્મોનું સન્માન કરવાની શીખવે છે અને ધાર્મિક સ્થળો પર આવા હુમલાઓને ક્યારેય સાખી લેવામાં આવશે નહી.

પ્રધાનમંત્રીએ હુમલામાં ઘાયલ થયેલા લોકોને સ્વસ્થ થવાની કામના કરી છે. ઉલ્લેખનીય છે કે બોધગયામાં આજે સવારે મહાબોધિ મંદિરની અંદર અને બહાર 9 બોમ્બ વિસ્ફોટ થયા જેમાં બે લોકો ઇજાગ્રસ્ત થયા હતા.

કોંગ્રેસ મહાજચિવ અને મીડિયા વિભાગના પ્રભારી અજય માકને કહ્યું કે અમે આ ભયાનક ઘટનાની નિંદા કરી છે. હું રાજ્ય સરકાર અને અન્ય એજન્સીઓના દોષિઓને ટૂંક સમયમાં ન્યાયના કઠઘરામાં લાવવાનો આગ્રહ કરું છું. અમે પણ ઘાયલોને ટૂંક સમયમાં સ્વસ્થ થવાની કામના કરીએ છીએ.

English summary
Prime Minister Manmohan Singh Sunday "strongly condemned" the serial blasts in and around the Mahabodhi temple in Bodh Gaya and said "such attacks on religious places will never be tolerated".
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X