અયોધ્યા કેસઃ જજ ગેરહાજર રહેતાં મંગળવારે થનાર સુનાવણી ટળી
અયોધ્યા કેસઃ જજ ગેરહાજર રહેતાં મંગળવારે થનાર સુનાવણી ટળી
નવી દિલ્હીઃ અયોધ્યા રામ મંદિર મામલામાં થનાર સુનાવણી ફરી એકવાર ટળી ગઈ છે. મંગળવારે આ મામલાની સુનાવણી થનાર હતી, જેને ફરી એકવાર ટાળી દેવામાં આવી છે. જલદી જ એક નવી તારીખનુંએલાન થશે. અયોધ્યા જમીન વિવાદ મામલમાં સુપ્રીમ કોર્ટમાં મંગળવારે થનાર સુનાવણીને ફરી એકવા ટાળી દેવામાં આવી છે.

જાણકારી મુજબ સુપ્રીમ કોર્ટના 5 જજોની બેંચની ગેરહાજરીના કારણે સુનાવણી ટાળી દેવામાં આવી છે. આ મામલાની સુનાવણી કરી રહેલ જજોની બેંચમાં જસટિસ એસએ બોબડેની ગેર હાજરીના કારણ ટાળી દેવામાં આવી છે. જો કે, સુનાવણીની હજુ સુધી કોઈ નવી તારીખ વિશે સૂચના આપવામાં આવી નથી. અયોધ્યા મામલાની સુનાવણી કરી રહેલ જજોની બેંચમાં ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ, જસ્ટિસ એસએ બોવડે, જસ્ટિસ અશોક ભૂષણ, જસ્ટિસ ડીવાઈ ચંદ્રચૂડ અને જસ્ટિસ અબ્દુલ નજીર છે.
સુપ્રીમ કોર્ટમાં અયોધ્યાની 2.77 એકર જમીનના વિવાદ સાથે સંબંધિત મામલામાં 15 અપીલ દાખલ કરવામાં આી છે. અલ્હાબાદ હાઈકોર્ટે વિવાદિત ભૂમિને સુન્ની વક્ફ બોર્ડ, નિર્મોહી અખાડા અને રામ લલા વિરાજમાન વચ્ચે સરખા ભાગે વહેંચી હતી, જેના પર મે 2011માં સુપ્રીમ કોર્ટે સ્ટે લગાવી દીધો હતો. જે બાદ સુપ્રીમ કોર્ટના પાંચ જજોની બેંચે આ મામલાની સુનાવણી કરી રહી છે. 29 જાન્યુઆરીથી આ મામલાની સુનાવણી થાર હતી, પરંત ફરી એકવાર આ મામલાની સુનાવણી ટાળી દેવામાં આવી છે.
આ પણ વાંચો- 46 ટકા લોકોએ માન્યું, નોકરીઓ આપવામાં મોદી સરકાર નિષ્ફળ: સર્વે












Click it and Unblock the Notifications
