46 ટકા લોકોએ માન્યું, નોકરીઓ આપવામાં મોદી સરકાર નિષ્ફળ: સર્વે
ઇન્ડિયા ટુડે-કર્વી સર્વે અનુસાર 46 ટકા લોકોએ મોદી સરકારને નોકરીઓ પેદા કરવા મામલે નિષ્ફળ માન્યું છે
ઇન્ડિયા ટુડે-કર્વી સર્વે અનુસાર 46 ટકા લોકોએ મોદી સરકારને નોકરીઓ પેદા કરવા મામલે નિષ્ફળ માન્યું છે જયારે મોંઘવારી અને નોટબંધી અંગે પણ સામાન્ય માણસોએ સરકારને સફળ નથી ગણાવ્યું. લોકોનું કહેવું છે કે દર વર્ષે 2 કરોડ નોકરીઓના અવસર પેદા કરવાનું વચન આપીને સત્તામાં આવેલી મોદી સરકાર પોતાના વચનો પુરા કરવામાં નિષ્ફળ રહી છે.
આ પણ વાંચો: પ્રિયંકા ગાંધી આ 5 કારણોસર નરેન્દ્ર મોદી માટે સૌથી મોટો પડકાર

46 ટકા લોકોએ માન્યું કે નોકરીઓ આપવામાં મોદી સરકાર ફેલ
ઇન્ડિયા ટુડે-કર્વી ઇન્સાઇટ સર્વેમાં 46 ટકા લોકોએ માન્યું કે મોદી સરકાર નોકરીઓનું વચન પૂરું કરવામાં નિષ્ફળ રહી છે. તેમનું માનવું છે કે સરકારે નોકરીઓ પેદા કરવા માટે જરૂરી પગલાં પણ નથી ભર્યા. 20 ટકા લોકોને લાગે છે કે આ સરકાર મોંઘવારી પણ કાબુ નથી કરી શકી.

નોટબંધી નિષ્ફળ રહી
નોટબંધીની સફળતાનાં સરકાર ભલે ગમે એટલા ગુણગાન કરે પરંતુ જનતા તેને સાચી નથી માનતી. સર્વે અનુસાર ઉત્તર ભારતના વિસ્તારમાં 14 ટકા અને દક્ષિણ ભારતના વિસ્તારના 16 ટકા લોકોનું માનવું છે કે નોટબંધી એક નિષ્ફળ પ્રયાસ હતો. સાત ટકા લોકોનું કહેવું છે કે આ સરકાર ખેડૂતોની આત્મહત્યા રોકવામાં નિષ્ફળ રહી છે. જયારે સાત ટકા લોકોનું માનવું છે કે જીએસટી ઘ્વારા પરેશાની વધી છે.

કોઈને પણ બહુમત નહીં
ઇન્ડિયા ટુડે-કર્વી સર્વે અનુસાર આવનારી લોકસભા ચૂંટણીમાં કોઈ પણ ગઠબંધન બહુમત સુધી નહીં પહોંચી શકે. એનડીએ 237 સીટો અને યુપીએ 166 સીટો મળવાનું અનુમાન છે. જયારે સર્વે અનુસાર અન્યને 140 સીટો મળવાનું અનુમાન છે. તેવી સ્થિતિમાં સરકાર બનાવવા માટે ક્ષેત્રીય દળોની ભૂમિકા અગત્યની રહેશે. માનવામાં આવી રહ્યું છે કે ભાજપ અને કોંગ્રેસ બહારથી રહીને કોઈ ક્ષેત્રીય દળના નેતાને પ્રધાનમંત્રી પણ બનાવી શકે છે.












Click it and Unblock the Notifications
