For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બાબરી કેસઃ સ્પેશિયલ CBI જજ એસકે યાદવનો લંબાવવામાં આવ્યો હતો કાર્યકાળ

એસકે યાદવ પર નક્કી સમયથી એક વર્ષ વધુ કાર્યરત છે. વાસ્તવમાં આ કેસ માટે ખાસ તેમનો કાર્યકાળ લંબાવવામાં આવ્યો છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ છ ડિસેમ્બર 1992ના રોજ અયોધ્યામાં બાબરી ધ્વંસ કરાવા સંબંધિત કેસમાં આજે સીબીઆઈ અદાલત પોતાનો ચુકાદો સંભળાવાની છે. અયોધ્યામાં રામ મંદિર નિર્માણનો શુભારંભ થયા બાદ હવે બાબરી વિધ્વંસ કેસમાં ચુકાદાની ઘડી પણ આવી ગઈ છે. સીબીઆઈના સ્પેશિયલ જજ સુરેન્દ્રકુમાર યાદવ આજે આના પર ચુકાદો સંભળાવાના છે. ખાસ વાત એ છે કે એસકે યાદવ પર નક્કી સમયથી એક વર્ષ વધુ કાર્યરત છે. વાસ્તવમાં આ કેસ માટે ખાસ તેમનો કાર્યકાળ લંબાવવામાં આવ્યો છે. બીજી રસપ્રદ વાત એ પણ છે કે આ ચુકાદો 30 સપ્ટેમ્બર, 2020એ આવી રહ્યો છે અને તેના ઠીક એક વર્ષ બાદ આ કેસમાં ચુકાદો સંભળાવાનો છે.

આજની તારીખ નક્કી કરી હતી

આજની તારીખ નક્કી કરી હતી

ઉલ્લેખનીય છે કે આ ચુકાદો 30 સપ્ટેમ્બર, 2020એ આવી રહ્યો છે અને ઠીક એક વર્ષ બાદ આ કેસમાં ચુકાદો સંભળાવાનો છે. વાસ્તવમાં જજ એસકે યાદવ ગયા વર્ષે 30 સપ્ટેમ્બરે જ રિટાયર થવાના હતા પરંતુ સુપ્રિમ કોર્ટે તેમને ન થવા દીધા. કોર્ટે પોતાના અનુચ્છેદ 142ના અધિકાર હેઠળ સ્પેશિયલ સીબીઆઈ જજ એસકે યાદવનો કાર્યકાળ લંબાવ્યો હતો. તમને જણાવી દઈએ કે સુપ્રીમ કોર્ટે સ્પેશિયલ કોર્ટને ઓગસ્ટ 2020 સુધ આ કેસની ટ્રાયલ પૂરી કરવાની ડેડલાઈન આપી હતી અને કહ્યુ હતુ કે કોર્ટ જલ્દી આ કેસમાં ચુકાદો સંભળાવે ત્યારબાદ સ્પેશિયલ સીબીઆઈ કોર્ટે બાબરી વિધ્વંસ કેસમાં અંતિમ ચુકાદો સંભળાવવા માટે આજની તારીખ નક્કી કરી હતી.

કોર્ટમાં 351 સાક્ષીઓને હાજર કરવામાં આવ્યા

કોર્ટમાં 351 સાક્ષીઓને હાજર કરવામાં આવ્યા

તમને જણાવી દઈએ કે અયોધ્યામાં 6 ડિસેમ્બર 1992ના રોજ બાબરી મસ્જિદને વિધ્વંસ કરવામાં આવી હતી. બાબરી મસ્જિદ વિધ્વંસે ભારત-પાકિસ્તાન વિભાજન બાદ સૌથી ઘાતક હુલ્લડને જન્મ આપ્યો અને લગભગ આમાં 2000 લોકો માર્યા ગયા. આ કેસમાં કોર્ટે 351 સાક્ષીઓને હાજર કર્યા અને 600 દસ્તાવેજ પણ પુરાવા તરીકે રજૂ થઈ ચૂક્યા છે. સીબીઆઈએ તપાસ બાદ 49 લોકો સામે એફઆઈઆર કરી હતી. જેમાં 17 લોકોના મોત થઈ ગયા અને 32 લોકો પર કેસ ચાલ્યો, જેમાં અડવાણી, મુરલી મનોહર જોશી, ઉમા ભારતી, કલ્યાણ સિંહ, વિનય કટિયાર, સાધ્વી ઋતુંભરા, ચંપત રાય, મહંત ધર્મદાસ, સ્વામી સાક્ષી મહારાજ, મહંત નૃત્ય ગોપાલદાસ, પવન કુમાર પાંડેય, બ્રજ ભૂષણ સિંહ, રામવિલાસ વેદાંતી જેવા ઘણા નામચીન નામ શામેલ છે.

હોસ્પિટલમાં છે પૂર્વ મુખ્યમંત્રી કલ્યાણ સિંહ

હોસ્પિટલમાં છે પૂર્વ મુખ્યમંત્રી કલ્યાણ સિંહ

તમને જણાવી દઈએ કે લાલકૃષ્ણ અડવાણી, ઉમા ભારતી, મુરલી મનોહર જોશી, નૃત્ય ગોપાલદાસ, કલ્યાણ સિંહ અને સતીશ પ્રધાનને છોડીને અન્ય બધા 26 આરોપીઓ અદાલતમાં હાજર છે. વળી, ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કલ્યાણ સિંહ ગાઝિયાબાદના યશોદા હોસ્પિટલના કોવિડ-19ના પોતાના રૂમમાં સવારથી ટીવી જોઈ રહ્યા છે.

English summary
Babri Case Special Judge SK Yadav Given Extension Before Retirement For this case.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X