For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બેંગ્લોર વિસ્ફોટથી ભાજપને થશે ફાયદોઃ શકીલ અહેમદ

By Super
|
Google Oneindia Gujarati News

Shakeel-Ahmed
નવી દિલ્હી, 17 એપ્રિલઃ બેંગ્લોરમાં બુધવારે થયેલા વિસ્ફોટને લઇને રાજકારણ શરૂ થઇ ગયું છે. આ મુદ્દે કોંગ્રેસ પ્રવક્તા શકીલ અહેમદે વિવાદાસ્પદ ટ્વિટ કર્યું છે. શકીલ અહેમદે ટ્વિટર પર લખ્યું છે કે જો ભાજપ કાર્યાલયની બહાર આ વિસ્ફોટ થયો છે તો તેનાથી ચૂંટણીમાં ભાજપને રાજકીય રીતે ફાયદો થશે. બીજી તરફ આ ટ્વિટ પર ભાજપ અધ્યક્ષ રાજનાથ સિંહે કહ્યું છે કે આવી આતંકી ઘટનાઓ પર તો રાજકારણ કરવામાં આવવું ના જોઇએ.

ભાજપે શકીલ અહેમદના નિવેદન પર પલટવાર કરતા કહ્યું છે કે, શકીલ અહેમદે આ પ્રકારનું નિવેદન આપવું જોઇતું નહોતું. તેમણે કોંગ્રેસ પર વિસ્ફોટને લઇને રાજકારણ કરવાનો આરોપ લગાવ્યો છે.

ભાજપના શાહનવાઝ હુસૈને પ્રશ્ન ઉઠાવ્યો છે કે, શકીલ અહેમદ એવું કહીં રહ્યાં છે કે વિસ્ફોટથી ભાજપને ફાયદો થશે તો શું દેશમાં જેટલાં પણ વિસ્ફોટ થયાં છે તેનાથી કોંગ્રેસને ફાયદો થયો છે?

નોંધનીય છે કે, બેંગલોર ખાતે બુધવારે સવારે ભાજપનાની બહાર એક ધડાકો થયો છે. આ ધડાકામાં એક વ્યક્તિનું મોત નિપજ્યું છે. ધડાકો થતા જ બેંગ્લોરમાં અફરા-તફરી મચી ગઈ છે. બેંગ્લોરના મલ્લેશ્વર વિસ્તારમાં આ બ્લાસ્ટ થયો છે. જેમાં 3 ગાડીઓમાં આગ લાગી છે. આ બોમ્બ મારૂતિ ઓમની કારમાં રાખવામાં આવ્યો હતો. આ બોમ્બ ધમાકામાં 1 વ્યક્તિનું મોત નિપજ્યું છે, જ્યારે 15 વધુ લોકોને ઇજા પહોંચી છે. ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે.

English summary
Congress spokesperson Shakeel Ahmed on Wednesday drew sharp response after saying that the blast near the BJP office in Bangalore would help the ruling party politically.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X