For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Live: આજે બિહારમાં બીજા તબક્કાનું મતદાન અને ગુજરાતમાં 8 સીટ પર પેટા ચૂંટણી

Live: આજે બિહારમાં બીજા તબક્કાનું મતદાન અને ગુજરાતમાં 8 સીટ પર પેટા ચૂંટણી

|
Google Oneindia Gujarati News

આજે એટલે કે ત્રણ નવેમ્બરે બિહાર વિધાનસભા ચૂંટણીનું બીજા તબક્કાનું મતદાન થનાર છે, બીજા તબક્કાની ચૂંટણીમાં રાજધાનીના પટનાની નવ વિધાનસભા ક્ષેત્રોમાં 32 લાખ મતદાતા આ દિવસે 176 ઉમેદવારોના ભાગ્યનો ફેસલો કરશે. બીજા તબક્કામાં કેટલાય પ્રમુખ દિગ્ગજો મેદાનમાં છે, જેમાં બિહાર સરકારમાં મંત્રી નંદ કિશોર યાદવ, પુષ્પમ પ્રિયા ચૌધરી, લવ સિન્હા અને રીતલાલ યાદવ પ્રમુખ છે. જેમની કિસ્મતનો ફેસલો કાલે મતદાતા કરશે.

voting

બખ્તિયારપુર, ફતુહા, પટના સાહિબ, કુમ્હરાર, દીઘા, બાંકીપુર, દાનાપુર, મનેર, ફુલવારીમાં સવારે સાત વાગ્યેથી સાંજે છ વાગ્યા સુધી મતદાન થશે. દીઘા વિધાનસભા ક્ષેત્રમાં સૌથી વધુ ચાર લાખથી પણ વધુ મતદાતા છે. બીજા તબક્કા માટે કુલ 4839 મતદાન કેન્દ્રો બનાવવામાં આવ્યાં છે. દ્વિતીય તબક્કાની ચૂંટણીમાં 140 ટ્રાન્સજેન્ડર પોતાના મતાધિકારનો પ્રયોગ કરશે.

સુપ્રીમ કોર્ટે કમલનાથને આપેલી રાહત અંગે ચૂંટણી પંચે આપ્યો આ જવાબસુપ્રીમ કોર્ટે કમલનાથને આપેલી રાહત અંગે ચૂંટણી પંચે આપ્યો આ જવાબ

બિહાર વિધાનસભા ચૂંટણી સિવાય આજે દેશભરની 54 વિધાનસભા સીટ પર પેટાચૂંટણી થશે. છત્તીસગઢ, ગુજરાત, ઝારખંડ, હરિયાણા, કર્ણાટક, મધ્ય પ્રદેશ, મણિપુર, નાગાલેન્ડ, ઓરિસ્સા, તેલંગાણા અને ઉત્તર પ્રદેશમાં વિધાનસભા સીટ પર પેટાચૂંટણી થઈ રહી છે. લાઈવ અપડેટ માટે વનઈન્ડિયા ગુજરાતી પર બન્યા રહો...

Newest First Oldest First
8:50 PM, 3 Nov

આજે બિહારના 17 જિલ્લામાં 94 બેઠકો પર મતદાન થયું હતું. કુલ મતદારો 2 કરોડ 85 લાખ. બિહારના કુલ 38 જિલ્લાઓમાં 31 મતદાન થયું છે. 8 જિલ્લામાં બીજા તબક્કાની ચૂંટણી યોજાઇ ત્યા ત્રીજા તબક્કાની પણ ચૂંટણી યોજાશે. ત્રીજા તબક્કામાં કુલ 15 જિલ્લા મતદાન થશે: ચંદ્ર ભૂષણ કુમાર નાયબ ચૂંટણી કમિશનર
7:03 PM, 3 Nov

બિહારની ચૂંટણીના બીજા તબક્કાની ચૂંટણીમાં 94 બેઠકો પર 94.51 ટકા મતદાન થયું હતું.
7:00 PM, 3 Nov

બિહારમાં વડા પ્રધાનની બેઠકોમાં ભેગા થયેલા ટોળા અને મતદાન પ્રત્યે લોકોની રુચિને જોઇને લાગે છે કે એનડીએ સરકાર ફરીથી નીતિશ કુમારના નેતૃત્વ હેઠળ મજબૂત બહુમતી સાથે આવશે: કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાય, ભાજપ
6:34 PM, 3 Nov

પોતાનો મત આપવા માટે પટણા પહોંચેલા કેન્દ્રીય પ્રધાન અને ભાજપના નેતા આર.કે.સિંઘે અહીં કહ્યું હતું કે ભાજપ અને જેડીયુ ગઠબંધન જીતી રહ્યું છે અને ત્યારબાદ સરકાર બનાવશે.
6:00 PM, 3 Nov

બિહાર: કેન્દ્રીય પ્રધાન અને ભાજપ નેતા આર.કે. સિંહે પટનાના મતદાન મથક પર પોતાનો મત આપ્યો હતો.
6:00 PM, 3 Nov

સાંજે 5 વાગ્યા સુધી વિવિધ રાજ્યોની પેટા ચૂંટણીમાં મતદાન - બિહાર - 51.82%, છત્તીસગ -71.99%, ગુજરાત - 55.84%, હરિયાણા - 61.57%, ઝારખંડ - 62.46%, કર્ણાટક - 51.30%, મધ્ય પ્રદેશ - 66.09% , નાગાલેન્ડ - 83.69%, ઓડિશા - 68.08%, તેલંગાણા - 81.44% અને ઉત્તર પ્રદેશ 51.21%.
5:36 PM, 3 Nov

મધુબન વિધાનસભાના સંબાલીમાં આવેલા બૂથ પર માર્ગની માંગણી સાથે મતદાનનો બહિષ્કાર કરવામાં આવ્યો હતો. અહીં સાંજના પાંચ વાગ્યા સુધી મતદાન શરૂ થઈ શક્યું ન હતું.
5:20 PM, 3 Nov

ચાર જિલ્લાની આઠ વિધાનસભા સીટ પર મતદાન પૂર્ણ થઈ ગયું છે. અહીં સાંજે ચાર વાગ્યા સુધી જ મતદાન નિર્ધારિત હતું. આ સીટ કુશેશ્વરસ્થાન, ગૌડાબૌરામ, મીનાપુર, પારુ, સાહેબગંજ, રાઘોપુર, અલૌલી અને બેલદૌર છે અન્ય તમામ ચૂંટણી ક્ષેત્રોમાં સાંજે છ વાગ્યા સુધી મતદાન થશે
4:19 PM, 3 Nov

બિહાર વિધાનસભા ચૂંટણી

બિહારના પશ્ચિમી ચંપારણમાં કોરોના વાયરસ ગાઈડલાઈનનું પાલન કરતા મતદાન ચાલુ, રાજ્યની 94 વિધાનસભા સીટ પર 6 વાગ્યા સુધી મતદાન થશે.
3:52 PM, 3 Nov

બિહાર વિધાનસભા ચૂંટણી

બિહાર વિધાનસભા ચૂંટણીમાં બીજા તબક્કા અંતર્ગત 3 વાગ્યા સુધી 94 સીટ પર 44.51 ટકા મતદાન, સાંજે 6 વાગ્યા સુધી મત પડશે.
3:30 PM, 3 Nov

મધ્યપ્રદેશની પેટાચૂંટણીના કેટલાક મતદાન મથકો પર હિંસાના સમાચાર, પોલીસ દ્વારા ઘણા લોકોની ધરપકડ, મતદાન પર કોઈ અસર નહીં.
3:03 PM, 3 Nov

બિહારમાં કોરોના વાયરસ માર્ગદર્શિકાને પગલે 94 વિધાનસભા બેઠકો પર મતદાન ચાલી રહ્યું છે, છપરામાં મતદાન મથકોની બહાર લાંબી કતારો લાગી છે.
3:02 PM, 3 Nov

બિહારમાં કોરોના વાયરસ માર્ગદર્શિકાને પગલે 94 વિધાનસભા બેઠકો પર મતદાન ચાલી રહ્યું છે, છપરામાં મતદાન મથકોની બહાર લાંબી કતારો લાગી છે.
2:24 PM, 3 Nov

ઝારખંડની પેટાચૂંટણી અંતર્ગત, બોકારોમાં બપોરે 1 વાગ્યા સુધી 46.07 ટકા અને દુમકામાં 46.96 ટકા મતદાન થયું હતું.
2:19 PM, 3 Nov

મધ્યપ્રદેશમાં બપોરના 1 વાગ્યા સુધી 42.71 ટકા મતદાન, પેટાચૂંટણી અંતર્ગત સાંજે 6 વાગ્યા સુધીમાં 28 વિધાનસભા બેઠકો પર મતદાન થશે.
2:01 PM, 3 Nov

મુઝફ્ફરપુરની બરુરાજ વિધાનસભા બેઠકના ચૂલાઈ બિશનપુર ગામના લોકોએ વિકાસનો અભાવ હોવાનો આરોપ લગાવીને ચૂંટણીનો બહિષ્કાર કર્યો
1:44 PM, 3 Nov

કર્ણાટકમાં બપોરે 1 વાગ્યા સુધી રાજા રાજેશ્વરી બેઠક પર 26.58 ટકા અને સીરા બેઠક પર 44.13 ટકા મતદાન.
1:44 PM, 3 Nov

અભિનેતા અને કોંગ્રેસના નેતા શત્રુઘ્ન સિંહાએ તેમની પત્ની પૂનમ સિંહા, પુત્રો લવ અને કુશ સિંહા સાથે બિહારના પટનામાં મત આપ્યો
1:12 PM, 3 Nov

બિહારના બેગુસરાયમાં વૃદ્ધો અને અપંગ મતદારોની મદદ માટે ચૂંટણી પંચે લાવ્યા સ્વયંસેવકો
1:01 PM, 3 Nov

બિહારના ગોપાલગંજમાં મોટી સંખ્યામાં લોકો મત આપવા આવ્યા, રાજ્યની 94 બેઠકો પર સામાજિક અંતર સાથે મતદાન ચાલી રહ્યું છે.
12:54 PM, 3 Nov

વિકલાંગો અને વૃદ્ધ મતદારોને મદદ કરવા બીએસએફ જવાનોની તૈનાત, બિહારની 94 વિધાનસભા બેઠકો પર સાંજના 6 વાગ્યા સુધી મતદાન યોજાશે.
12:39 PM, 3 Nov

બિહારના મતદારોએ તેમના અનુભવો શેર કર્યા, મતદાન મથકની બહાર ગ્લોબ્સ અને માસ્કની ગોઠવણથી સંતોષ વ્યક્ત કર્યો
12:37 PM, 3 Nov

બિહારના નુરસરાયના આદર્શ મતદાન મથક પર પ્રથમ વખત મતદાર કરનારને મદદનીશ ચૂંટણી અધિકારી દ્વારા રોપો આપીને સન્માન કરવામાં આવ્યું
12:23 PM, 3 Nov

બિહારમાં બીજા તબક્કાના મતદાન વચ્ચે કોંગ્રેસના નેતા શત્રુઘ્ન સિંહાનું નિવેદન - પરિવર્તનની લહેર છે, હું માનું છું કે પરિણામ વિકાસની તરફેણમાં આવશે
12:22 PM, 3 Nov

કેન્દ્રીય મંત્રી નરેન્દ્રસિંહ તોમર અને તેમની પત્ની કિરણ તોમારે ગ્વાલિયરમાં મત આપ્યો, આજે મધ્ય પ્રદેશની 28 બેઠકો પર મતદાન ચાલી રહ્યું છે
12:22 PM, 3 Nov

કેન્દ્રીય મંત્રી નરેન્દ્રસિંહ તોમર અને તેમની પત્ની કિરણ તોમારે ગ્વાલિયરમાં મત આપ્યો, આજે મધ્ય પ્રદેશની 28 બેઠકો પર મતદાન ચાલી રહ્યું છે
12:13 PM, 3 Nov

બિહાર વિધાનસભાની ચૂંટણીમાં 94 seats બેઠકો પર મતદાન ચાલુ છે, સીતામાઢી જિલ્લાના જિલ્લા ચૂંટણી અધિકારી મતદાન મથક પર પોતાનો મત આપે છે
12:12 PM, 3 Nov

મતદાન દરમ્યાન ઉપયોગમાં લેવાતા ગ્લોવ્સ અને માસ્કના નિકાલ માટે પટણામાં બાયોમેડિકલ વેસ્ટ કલેક્શન ટીમ તૈયાર કરાઈ છે
11:25 AM, 3 Nov

Gujarat Bypolls 2020: કોંગ્રેસના ઉમેદવારે ભાજપ પર મતદારોને રોકડ વહેંચવાનો લગાવ્યો આરોપ

ગુજરાતમાં કરજણ મત વિસ્તારમાં કોંગ્રેસના ઉમેદવાર કિરીટસિંહ જાડેજાએ ચૂંટણી અધિકારી પાસે ફરિયાદ નોંધાવી છે. જેમાં ઈંટોલા અને ગોસિન્દ્રા પોલિંગ બુથ વિસ્તારોમાં ભાજપ દ્વારા 'કેશ ફોર વોટ' આપવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.
11:17 AM, 3 Nov

બિહાર વિધાનસભા ચૂંટણી

બિહાર વિધાનસભા ચૂંટણી
બિહારના વૈશાલી જિલ્લામાં રાષ્ટ્રીય લોક સમતા પાર્ટીના અધ્યક્ષ ઉપેન્દ્ર કુશવાહાએ પોલિંગ બૂથ પર સહ પરિવાર મતદા નકર્યું
READ MORE

English summary
Bihar Assembly election 2020 and by election live update in gujarati ।
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X