બિહારમાં પ્રથમ ચરણનું મતદાન, પોલીસનો સઘન બંદોબસ્ત

Posted By:
Subscribe to Oneindia News

બિહારમાં પ્રથમ ચરણનું મતદાન આજે છે. આજે રાજ્યની 49 બેઠકો પર સવારે 7 કલાકથી મતદાનની શરૂઆત થઇ ચૂકી છે. મતદાન માટે 13,212 મતદાન કેન્દ્રો પર મતદારો પોતાના મતાધિકારનો પ્રયોગ કરશે. આજે સવારથી 1.35 કરોડ મતદાતા 54 મહિલાઓ સહિત 583 ઉમેદવારોના રાજનૈતિક ભવિષ્યનો નિર્ણય કરશે. રાજ્યમાં શાંતિપૂર્ણ મતદાન માટે સઘન પોલીસ બંદાબસ્ત ખડકી દેવામાં આવ્યો છે. રાજ્યની વિધાનસભા ચૂંટણીમાં સીધો મુકાબલો ભાજપ અને રાષ્ટ્રીય જનતાંત્રિક ગઠબંધન અને મહાગઠબંધનની વચ્ચે છે.

NDA V/S મહાગઠબંધન
બધી જ રાજકીય પાર્ટીઓએ જોરદાર ચૂંટણી પ્રચાર કર્યો છે. હવે આ પ્રચારની અસર રાજ્યની જનતા પર કેટલી થાય છે. તે તો વોટીંગની ટકાવારી પરથી જ ખબર પડશે. મહત્વપૂર્ણ વાત એ છેકે રાજ્ય ચૂંટણી પંચ દ્વારા ડ્રોનથી પણ ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. મતદાનનો સમય બે રીતે રાખવામાં આવ્યો છે. સામાન્ય જિલ્લાઓમાં સવારે 7 કલાકથી સાંજે પાંચ વાગ્યા સુધી મતદાન થશે, પરંતુ નક્સલ પ્રભાવિત વિસ્તારોમાં મતદાનનો સમય સવારે 7 વાગ્યાથી બપોરે 3-4 કલાક સુધીનો રહેશે.

bihar election

583 ઉમેદવારોના ભવિષ્યનો નિર્ણય
આજે જે વિસ્તારોમાં મતદાન થવાનું છે., તેમા સમસ્તીપુર, ખગડિયા, ભાગલપુર, બાંકા, મુંગેર, લખીસરાય, શેખપુરા, નવાદા, અને જમુઇનો સમાવેશ થાય છે. જેમાં ભાજપના 27, લોજપાના 13, રાલોસપાના 6, હમના 3, જદયુના 24, રાજદના 17 અને કોંગ્રેસના 8 એમ કુલ 583 ઉમેદવારોના ભાવિનો ફેંસલો થશે.

મતગણના 8 નવેમ્બરે
જણાવી દઇએ કે બિહાર વિધાનસભાની 243 બેઠકો પર 12 ઓક્ટોબરથી 5 નવેમ્બર સુધી પાંચ તબક્કામાં મતદાન થશે. જ્યારે મતગણતરી 8 નવેમ્બરે થશે.

English summary
Bihar News in Gujarati. Read all the updates related to first phase of Bihar Assembly election 2015.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.