For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બિહારઃ RJDના પૂર્વ સાંસદ શહાબુદ્દીનના ભત્રીજાની ગોળી મારી હત્યા

બિહારઃ RJDના પૂર્વ સાંસદ શહાબુદ્દીનના ભત્રીજાની હત્યા

|
Google Oneindia Gujarati News

પટનાઃ બિહારના સીવાન શહેરના ટાઉન થાણા ક્ષેત્રમાં શુક્વારે મોડી રાત્રે એક યુવકની અપાધીઓએ ગોળી મારી હત્યા કરી. મૃતક યુસુફ રાજદના પૂર્વ સાંસદ અને બાહુબલી શહાબુદ્દીનનો ભત્રીજો જણાવવામાં આવી રહ્યો છે. યુસુફને ગોળી લાગ્યા બાદ આજુબાજુના લોકો તેને હોસ્પિટલે લઈ ગયા પરંતુ ડૉક્ટરોએ તેને મૃત ઘોષિત કરી દીધો. યુસુફની છાતીમાં ગોળી મારવામાં આવી હતી. હાલ હત્યાનું કારણ જાણવા મળ્યું નથી.

mohammad shahabuddin

સમગ્ર વિસ્તારમાં યુસુફની હત્યાના સમાચાર ફેલાઈ ગયા છે અને જોતજોતામાં મોટી સંખ્યામાં લોકો હોસ્પિટલે પહોંચી ગયા અને હંગામો શરૂ કરી દીધો. જેની જાણકારી મળ્યા બાદ મુફસ્સિલ થાણા અને સરાય ઓપીની પોલીસ પણ હોસ્પિટલે પહોંચી ગઈ અને મામલાને નિયંત્રણમાં લીધો. પોલીસ હત્યાનું કારણ શોધી રહી છે. આ હત્યાના મામલામાં પોલીસ તપાસ કરી રહી છે.

બાહુબલી નેતા અને પૂર્વ રાજદ સાંસદ શહાબુદ્દીન આ સમયે જેલમાં બંધ છે. ચર્ચિત તેજાબ કાંડમાં નીચલી અદાલતે શહાબુદ્દીનને ઉંમરકેદની સજા સંભળાવી હતી. આ ફેસલાને પડકાર આપતા શહાબુદ્દીનના વકીલે પટના હાઈકોર્ટના દરવાજા ખખડાવ્યા હતા. પરંતુ અદાલતથી કોઈ રાહત નહોતી મળી. 11 ડિસેમ્બર 2015ના રોજ બે ભાઈઓની તેજાબ ફેંકી હત્યા કરવાના મામલામાં શહાબુદ્દીન સહિત 4 લોકોને સીવાનની એક અદાલતે આ મામલામાં ઉંમ કેદની સજા સંભળાવી હતી.

આ પણ વાંચો- બજેટ 2019: બજેટમાં બધાને રાહત આપવાની કોશિશ કરવામાં આવીઃ પીએમ મોદી

English summary
Bihar: former RJD MP Mohammad Shahabuddin' nephew Yusuf shot dead in Siwan
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X