Video: બિહારમાં 7 યુવકોએ એક યુવતી સાથે છેડછાડ કરી

બિહારના સહરસા માં માનવતાને શરમાવે તેવી ઘટના સામે આવી છે. સોશ્યિલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં કેટલાક યુવકો એક છોકરી સાથે છેડછાડ કરી રહ્યા છે.

બિહારના સહરસા માં માનવતાને શરમાવે તેવી ઘટના સામે આવી છે. સોશ્યિલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં કેટલાક યુવકો એક છોકરી સાથે છેડછાડ કરી રહ્યા છે. આ વીડિયો બિહારના સહરસા નો છે, તેવું જણાવવામાં આવી રહ્યું છે. ઈન્ટરનેટ પર આ વીડિયો વાયરલ થયા પછી બિહાર પોલીસ હરકતમાં આવી અને આખો મામલો ધ્યાનમાં લઈને છેડતી કરતા યુવકો વિરુદ્ધ એફઆઈઆર નોંધી લેવામાં આવી છે. વીડિયોમાં દેખાઈ રહેલા યુવકોમાંથી એક યુવકની ધરપકડ પણ કરી લેવામાં આવી છે.

school girl molested

સોશ્યિલ મીડિયા પર વાયરલ થઇ રહેલા આ વીડિયોમાં કુલ સાત યુવકો એક સ્કૂલની છોકરી સાથે છેડછાડ કરી રહ્યા છે. છોકરી પોતાની સાઇકલ પર ચોપડીઓ દબાવીને પસાર થઇ રહી હતી ત્યારે તેને બદમાશ યુવકો પરેશાન કરવા લાગ્યા. બદમાશો છોકરીને ત્યાં જ રોકી લે છે અને તેને પરેશાન કરવા લાગે છે. છોકરી તેમને આજીજી કરી રહી છે કે તેઓ તેને ઘરે જવા દે, પરંતુ બદમાશો પર તેની કોઈ જ અસર નથી થતી. બદમાશ યુવકો છોકરીનો હાથ પકડીને તેને ખેંચે છે અને તેનો દુપટ્ટો પણ ખેંચી લેવામાં આવે છે.

આ પણ વાંચો: Video: પ્રેમિકાને લઈને ભાગવા પર ઊંધો લટકાવી જાનવરોની જેમ પીટાઈ

વીડિયોમાં ફક્ત એક જ યુવક દેખાઈ રહ્યો છે, જે છોકરીને બદમાશોથી બચાવવાનો પ્રત્યન કરી રહ્યો છે. આ ઘટનાનો વીડિયો સોશ્યિલ મીડિયા પર વાયરલ થયા પછી પોલીસે જાતે આ મામલો ધ્યાનમાં લીધો છે અને બદમાશો સામે એફઆઈઆર નોંધી છે. સાત બદમાશોમાંથી એક યુવકની પોલીસે ધરપકડ કરી લીધી છે જયારે બાકી યુવકોની શોધ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો: વીડિયો વાયરલ: ઉન્નાવમાં મહિલા સાથે ગેંગરેપની કોશિશ

આરજેડી નેતા તેજસ્વી યાદવે રાજ્યમાં મહિલાઓની સુરક્ષા અંગે સરકાર પર પ્રહાર કર્યા છે. તેજસ્વી યાદવે આ મામલે ટવિટ કરતા કહ્યું છે કે મહિલાઓ વિરુદ્ધ અપરાધ, છેડછાડ અને દુષ્કર્મની ઘટનાઓથી બિહાર શર્મસાર થઇ રહ્યું છે. નાલંદા, ગયા, મધુબની, કૈમુર, જહાંનાબાદ, રોહતાસ, સાસારામ, આરા પછી હવે સહરસાનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. મુજફ્ફરપુર અને પટના શેલ્ટર હોમમાં તો મહાપાપ થયું છે, ઉંગમાંથી ઉઠો ચાચા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X