For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પર્યાવરણ માટે ખતરનાક છે Bitcoin, કરન્સી માઈનિંગમાં એક દેશ બરાબર કાર્બન ઉત્સર્જન

પર્યાવરણ માટે ખતરનાક છે Bitcoin, કરન્સી માઈનિંગમાં એક દેશ બરાબર કાર્બન ઉત્સર્જન

|
Google Oneindia Gujarati News

દુનિયાની સૌથી મોટી અને સૌથી ચર્ચિત ક્રિપ્ટોકરન્સી બિટકોઈન સતત ડિજિટલ માર્કેટમાં ઉપર તરફ જઈ રહી છે. પરંતુ એક તરફ જ્યાં ડિજિટલ ટોકલ સતત ઉંચાઈ આંબી રહ્યા છે અને એલન માસ્ક જેવા મોટા રોકાણકારો તેની તરફ આકર્ષિત થઈ રહ્યા છે, આ કરન્સીને લઈ ગંભીર સવાલો પણ ઉઠી રહ્યા છે. જેને કારણે પર્યાવરણને લઈ સૌથી મોટી ચિંતા છે.

ટ્રાન્જેક્શનમાં ભારે ઉર્જા ખર્ચ થાય છે

ટ્રાન્જેક્શનમાં ભારે ઉર્જા ખર્ચ થાય છે

સૌથી મોટો સવાલ આ કરન્સીના માઈનિંગ અને ટ્રાન્જેક્શનમાં વપરાતી ઉર્જા છે. દુનિયાના ટૉપ 5 અમીરોમાં સામેલ અને બિટકોઈનના સૌથી મોટા આલોચકોમાંથી એક બિલ ગેટ્સ જણાવે છે કે બિટકોઈનના ટ્રાંજેક્શનમાં અત્યાર સુધી જાણકારીમાં સામેલ કોઈપણ કરન્સીના મુકાબલે સૌથી વધુ વિજળીની ખપત થાય છે. ઉર્જાની ખપતને જોતાં આ પર્યાવરણ માટે સારી નથી.

એવા સમયમાં જ્યારે કંપનીઓ અને રોકાણકારો દુનિયામાં આ વાતનો તેજીથી ઢોલ પીટી રહ્યા છે કે જળવાયુ અને સ્થિરતા તેમના માટે પ્રમુખ છે. એવા સમયે બિટકોઈનની લગભગ એક ટ્રિલિયન ડોલર કીમત તેમનામાના કેટલાકની પ્રાથમિકતાની પોલ ખોલી રહી છે.

ન્યૂઝીલેન્ડ બરાબર થાય છે કાર્બન ઉત્સર્જન

ન્યૂઝીલેન્ડ બરાબર થાય છે કાર્બન ઉત્સર્જન

ટેસ્લા જેવી મોટી કંપની અને મોટા રોકાણકારોના આ ડિજિટલ ટોકન તરફ ગયા બાદ આ ક્રિપ્ટોકરન્સીને બજારથી દૂર રાખી શકવી મુશ્કેલ હશે પરંતુ આની સાથે જ જળવાયુને લઈ ચિંતા વધવી પણ શરૂ થઈ ગઈ છે.

એક અધ્યયન મુજબ વર્ષભરમાં બિટકોઈનની માઈનિંગમાં જેટલી વિજળી ખર્ચ થાય છે તે વિજળી તૈયાર કરવામાં જેટલો કાર્બન ઉત્સર્જન થાય છે તેની માત્રા ન્યૂઝીલેન્ડ અથવા અર્જેન્ટીના જેવા દેશ બરાબર છે. માઈનિંગની એ રીત છે જેના દ્વારા ક્રિપ્ટોકરન્સીને ટ્રાન્જેક્શન લાયક બનાવવામાં આવે છે.

જાણો કેટલી ઉર્જા વપરાય છે

જાણો કેટલી ઉર્જા વપરાય છે

આને થોડું આસાન કરી દઈએ. એક બિટકોઈનના ટ્રાન્જેક્શનમાં 7,35,121 વીજા ટ્રાન્જેક્શન અથવા તો 55280 કલાક યૂટ્યૂબ જોવા બરાબર કાર્બન ફુટપ્રિંટ નિકળે છે. બિટકોઈનની ઉર્જા ખપતની જાણકારી આપતા ડાયગ્નોમિસ્ટે આ જાણકારી આપી છે.

બિટકોઈનના આલોચકો મુજબ બિટકોઈનના ટ્રાન્જેક્શનમાં 16000 ડૉલર ખર્ચ થાય છે જ્યારે એવરેજ વીજા ટ્રાંજેક્શનમાં 46.37 ડૉલર બરાબર ખર્ચ થાય છે.

English summary
Bitcoin is dangerous for the environment, explainer
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X