For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભાજપે શરૂ કરી અટલ સંદેશ યાત્રા

|
Google Oneindia Gujarati News

atal-bihari-vajpayee
લખનઉ, 30 માર્ચઃ ભારતીય જનતા પાર્ટીએ ફરી એકવાર પોતાના પુરોધાપુરુષ એવં પુર્વ પ્રધાનમંત્રી અટલના નામના ગુણગાન ગાવવાની શરૂ કરી દીધી છે. એટલા માટે જ પાર્ટીના પુર્વ પ્રદેશ અધ્યક્ષ સુર્ય પ્રતાપ શાહીના નેતૃત્વમાં શુક્રવારે દેવરિયામાં તરકુલ્વામાં અટલ સંદેશ યાત્રાનો પ્રારંભ કર્યો. આ તકે સભાને સંબોધિત કરા પુર્વ પ્રદેશ અધ્યક્ષ સુર્ય પ્રતાપ શાહીએ અખિલેશ સરકારની સાથો-સાથ કેન્દ્ર સરકારને પણ નિશાન બનાવી.

તેમણે રાજ્ય સરકારની કાયદો વ્યવસ્થા અને કેન્દ્ર સરકારના ભ્રષ્ટાચાર, ગોટાળા, મોંઘવારી અને દેશની સુરક્ષાને લઇને કેન્દ્ર સરકારની આકરી ટીકા કરી. તેમણે કહ્યું કે આ સભામાં અટલજીના શાસનકાળ અને ભારતીય જનતા પાર્ટીની ઉપલબ્ધિઓનો સંદેશ જનતા સુધી પહોંચાડવી અને વર્તમાન કેન્દ્ર સરકાર અને પ્રદેશ સરકારનો ભ્રષ્ટાચાર, મોંઘવારી અને જનવિરોધી તૃષ્ટિકરણની નીતિઓને ઉજાગર કરવા આ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ્ય છે.

આ યાત્રા 3થી ચાર ચરણોમાં થશે. 29 માર્ચથી 1 એપ્રિલ સુધી પ્રથમ ચરણની યાત્રા શરૂ થઇ ચૂકી છે અને દ્વિતિય ચરણની યાત્રા 6થી 10 એપ્રિલ સુધી થશે. 10 એપ્રિલે દેવરિયા લોકસભાના રામપુર કારખાના વિધાનસભામાં આ યાત્રાનું સમાપન થશે. આ યાત્રામાં ભારતીય જનતા પાર્ટીએ રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ કલરાજ મિશ્ર અને પ્રદેશ અધ્યક્ષ ડો. લક્ષ્મીકાંત વાજપાયીનું માર્ગદર્શન પ્રાપ્ત થશે.

English summary
Bharatiya Janata Party has started Atal Sandesh Yatra to cater the people for Loksabha Election 2014.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X