For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પીએમ મોદી પર ટિપ્પણી કરવા બદલ ભાજપા નેતાને કાઢી મુક્યો

ભારતીય જનતા પાર્ટીએ સોમવારે ભાજપા નેતા આઈપી સિંહને 6 વર્ષ માટે પાર્ટીથી બહાર કાઢી મુક્યા છે. તેમને પાર્ટી વિરોધી ગતિવિધિઓ માટે બહાર કાઢવામાં આવ્યા છે.

|
Google Oneindia Gujarati News

ભારતીય જનતા પાર્ટીએ સોમવારે ભાજપા નેતા આઈપી સિંહને 6 વર્ષ માટે પાર્ટીથી બહાર કાઢી મુક્યા છે. તેમને પાર્ટી વિરોધી ગતિવિધિઓ માટે બહાર કાઢવામાં આવ્યા છે. ભાજપા નેતા આઈપી સિંહએ ભાજપના ઉપલા નેતૃત્વને ગુજરાતી ઠગ ગણાવ્યા છે. તેની સાથે તેમને પીએમ મોદી પર પ્રહાર કરતા પૂછ્યું હતું કે ભાજપે પ્રધાનમંત્રી પસંદ કર્યો છે કે પ્રચારમંત્રી. તેના પર ભાજપે એક પ્રેસ રિલીઝ જાહેર કરીને જણાવ્યું છે કે ઉત્તરપ્રદેશના પ્રદેશ અધ્યક્ષના નિર્દેશ પર આઈપી સિંહને 6 વર્ષ માટે પાર્ટીથી નિલંબિત કરવામાં આવે છે.

lok sabha elections 2019

આપને જણાવી દઈએ કે આઈપી સિંહ લાંબા સમયથી ભાજપ વિરુદ્ધ નિવેદન આપી રહ્યા છે. રવિવારે સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવને સપા ઘ્વારા આઝમગઢથી ઉમેદવાર જાહેર કર્યા પછી પોતાના ઘરમાં કાર્યાલય ખોલવાનું આમંત્રણ આપ્યું હતું. પાર્ટીથી બહાર કર્યા પછી આઈપી સિંહ ઘ્વારા ટવિટ કરવામાં આવ્યું કે હાલમાં મીડિયા મિત્રો ઘ્વારા જાણકારી મળી છે કે ભારતીય જનતા પાર્ટીએ મને 6 વર્ષ માટે પાર્ટીથી બહાર કાઢી મુક્યો છે. તે પાર્ટી જેને મેં મારા જીવનના ત્રણ દશક આપ્યા, એક જમીની કાર્યકર્તા અનુસાર લોકોના હિત માટે રાજનીતિ કરી, તૂટી રહેલા આંતરિક લોકતંત્રમાં હવે સાચું બોલવું અપરાધ બની ચૂક્યું છે.

આ પણ વાંચો: ભાજપે જાહેર કરેલી 40 સ્ટાર પ્રચારકોની યાદીમાંથી બે મોટા નેતાઓના નામ ગાયબ

English summary
bjp expels party leader IP Singh afte comment on pm modi
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X