For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દેવેન્દ્ર ફડણવીસને કેમ ટૂંકા સમય માટે મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા, BJP નેતાએ કર્યો ખુલાસો

મહારાષ્ટ્રમાં ચૂંટણીના પરિણામો જાહેર થયા પછી કોઈ પણ પક્ષને સંપૂર્ણ બહુમતી ન મળવાથી ભારે હોબાળો મચ્યો હતો અને તમામ રાજકીય ડ્રામા બાદ દેવેન્દ્ર ફડણવીસે અજિત પવારની સાથે મળીને રાજ્યમાં સરકાર બનાવી હતી.

|
Google Oneindia Gujarati News

મહારાષ્ટ્રમાં ચૂંટણીના પરિણામો જાહેર થયા પછી કોઈ પણ પક્ષને સંપૂર્ણ બહુમતી ન મળવાથી ભારે હોબાળો મચ્યો હતો અને તમામ રાજકીય ડ્રામા બાદ દેવેન્દ્ર ફડણવીસે અજિત પવારની સાથે મળીને રાજ્યમાં સરકાર બનાવી હતી. ફડણવીસ ફરીથી મુખ્યમંત્રી બન્યા પછી એનસીપી-કોંગ્રેસ અને શિવસેનાએ ભાજપ સામે મોરચો ખોલ્યો, ત્યારબાદ અંતે ફડણવીસે પોતાના પદ પરથી રાજીનામું આપવું પડ્યું. પરંતુ આ સમગ્ર પ્રકરણ પર ભાજપના નેતા અનંતકુમાર હેગડેએ એક વિચિત્ર નિવેદન આપ્યું છે.

ફંડનો દુરૂપયોગ થઈ શકતો હતો

ફંડનો દુરૂપયોગ થઈ શકતો હતો

અનંત કુમાર તેમના નિવેદનના કારણે વારંવાર વિવાદમાં રહે છે. હેગડેએ મહારાષ્ટ્રમાં દેવેન્દ્ર ફડણવીસ સરકારના ત્રણ દિવસીય કાર્યકાળનુ કારણ કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવતા ભંડોળન્ ગણાવ્યું છે. હેગડેએ કહ્યું કે મુખ્યમંત્રી પાસે કેન્દ્ર સરકાર દ્વારા મોકલવામાં આવેલા 40,000 કરોડ રૂપિયાનો અધિકાર છે અને તે સરકારની તમામ યોજનાઓ માટે આ નાણાં ફાળવી શકે છે. ફડણવીસ એ હકીકતથી વાકેફ હતા કે એનસીપી-શિવસેના અને કોંગ્રેસની સરકાર બને તો ફંડનો દુરૂપયોગ થવાની સંભાવનાઓ હતી.

15 કલાકમાં લેવાયો નિર્ણય

15 કલાકમાં લેવાયો નિર્ણય

હેગડેએ કહ્યું કે કેન્દ્રના ભંડોળના દુરૂપયોગને બચાવવા માટે, આ ડ્રામાં કરવામાં આવ્યો હતો અને દેવેન્દ્ર ફડણવીસ રાજ્યના મુખ્ય પ્રધાન બન્યા. મુખ્યમંત્રી બન્યાના 15 કલાકમાં જ તેમણે 40000 કરોડ રૂપિયા પાછા કેન્દ્ર સરકારને મોકલ્યા હતા. તમને જણાવી દઈએ કે બીજી વખત મુખ્યમંત્રી બન્યા બાદ દેવેન્દ્ર ફડણવીસ મુખ્યમંત્રીના અધ્યક્ષ પર માત્ર ત્રણ દિવસ રહ્યા, ત્યારબાદ અજિત પવારે પોતાના પદ પરથી રાજીનામું સુપરત કર્યું હતું. અજિત પવારના રાજીનામા બાદ દેવેન્દ્ર ફડણવીસે પણ તેમના પદ પરથી રાજીનામું આપ્યું હતું.

શિવસેનાએ ભાજપ પર સાધ્યું નિશાન

શિવસેનાએ ભાજપ પર સાધ્યું નિશાન

તમને જણાવી દઇએ કે શિવસેનાના મુખપત્ર સામનામાં આજે ભાજપ અને દેવેન્દ્ર ફડણવીસને શિવસેનાએ જોરદાર નિશાના બનાવ્યા છે. સામનાએ પોતાના તંત્રી લેખમાં લખ્યું છે કે વિધાનસભાની 170ની સંખ્યા જોઈને દેવેન્દ્ર ફડણવીસના નેતૃત્વમાં વિપક્ષમાં ગયા હતા. આટલું જ નહીં, રવિવારે નાના પાટોલે વિધાનસભા અધ્યક્ષ પદ માટે બિનહરીફ ચૂંટાયા હતા. આ બન્યું કારણ કે 170 ના આંકડા ભાજપની આંખો અને દિમાગમાં પ્રવેશ કર્યો. આ જ કારણ છે કે તેમને વિધાનસભા અધ્યક્ષની ચૂંટણીમાંથી પીછેહઠ કરવી પડી. હવે આવતા પાંચ વર્ષ સુધી ભાજપને પીછેહઠ કરવાની આદત બનાવવી પડશે.

English summary
BJP leader ananthn kumar hegde reveals why devendra fadnavis was made cm for such a short term
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X