• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

મધ્ય પ્રદેશના રાજકારણ પર 'સેક્સ' અને 'સીડી'નો પડછાયો

|

ભોપાલ, 7 જુલાઇઃ મધ્ય પ્રદેશના રાજકારણ પર સેક્સનો પડછાયો ધીરે-ધીરે ઘાટો થવા લાગ્યો છે, એક મંત્રીની આ મામલે ખુરશી પણ જતી રહી છે, તેમજ અનેક લોકો પર પણ આંગળીઓ ઉઠવા લાગી છે. સરકારથી લઇને ભારતીય જનતા પાર્ટીના સંગઠન પણ પોતાને ઘેરાયેલા હોવાનું અનૂભવી રહ્યાં છે, તો બીજી તરફ કોંગ્રેસ જુના આરોપોને હવા આપવાની સાથે રસ્તા પર ઉતરીને સરકાર અને ભાજપની ચાલ, ચહેરા અને ચરિત્ર પર પ્રશ્નો ખડા કરી રહ્યાં છે. રાજ્યમાં નવ વર્ષથી વધુ સમય ભાજપની સરકાર છે. સંભવતઃ આ અવધિમાં આ પહેલીવાર છે કે જ્યારે ભાજપના નેતાઓના ચરિત્ર પર સીધી આંગળીઓ ઉઠી રહી છે.

તેની શરૂઆત વૃદ્ધ નેતા રાઘવજી પર લાગેલા નોકર યૌન ઉત્પીડનના આરોપોથી થઇ છે. આ આરોપોથી પાર્ટી એટલી દુઃખી થઇ કે, મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે તુરત રાઘવજી પાસે રાજીનામું માંગી લીધું. રાઘવજીનો મામલો હજુ ઠંડો પડ્યો પણ નહોતો કે પાર્ટીએ સંગઠનના સૌથી શક્તિશાળી પદાધિકારીઓમાંના એક પર જબલપુરની એક મહિલાએ અનેક વર્ષોથી લગ્નની લાલચ આપીને શોષણ કરવામાં આવ્યું હોવાનો આરોપ લગાવ્યો છે, મામલો રાજ્ય માનવાધિકાર આયોગ સુધી પહોંચી ચૂક્યો છે.

મહિલાની ફરિયાદ પર માનવાધિકાર આયોગે બે સપ્તાહમાં જવાબ પણ માંગ્યો છે. આ ઉપરાંત પશુપાલન મંત્રી અજય વિશ્નોઇ પર પણ તેમના વિભાગના એક અધિકારીએ બદલીના બદલે પત્નીની માંગ કરી હોવાનો આરોપ લગાવી ચૂક્યા છે. એવું નથી કે ભાજપ સાથે જોડાયેલા લોકોના ચરિત્ર પર પહેલીવાર હુમલો થયો હોય, આ પહેલા મંદસૌરા પદાધિકારીની એક અશ્લીલ સીડી સામે આવ્યા બાદથી હટાવી દેવામાં આવ્યા હતા. એક ધારાસભ્યના ભત્રીજા પર પણ યુવતીને શોષણના આરોપ લાગી ચૂક્યા છે.

વિધાનસભાના નેતા પ્રતિપક્ષ અજય સિંહે મુખ્યમંત્રીને પત્ર લખીને કહ્યું કે મંત્રી મડળના સભ્ય વિશ્નોઇ પર પણ કાર્યવાહી કરવામાં આવી જોઇએ, કારણ કે તેના પર એક અધિકારીની બદલીના બદલામાં પત્નીની માંગ કરવાનો આરોપ લગાવ્યો છે. આ પ્રકરણ ન્યાયાલયમાં વિચારાધીન છે. નેતા પ્રતિપક્ષે કહ્યું કે, પહેલા રાઘવજી પછી વિશ્નોઇ અને હવે સંગઠન મંત્રી અરવિંદ મેનન પર લગાવેલા આરોપોથી ભાજપની ચાલ, ચહેરો અને ચરિત્ર ઉજાગર થઇ રહ્યું છે.

બીજી મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચોહાણે પોતાના ધારસભ્યોની સાથે શનિવારની રાત્રે થયેલી બેઠકમાં સ્પષ્ટ કર્યું કે હવે રાઘવજીનું પ્રકરણ પૂર્ણ થઇ ગયું છે, તમે બધા આગામી વિધાનસભા સત્રમાં આવનારા અવિશ્વાસ પ્રસ્તાવ પર જવાબ આપવા માટે તૈયાર રહે. ભજાપના નેતાઓના ચરિત્ર પર ઉઠતી આંગળીએ એટલું તો સ્પષ્ટ થઇ ગયું છે કે રાજ્યના રાજકારણ પર હવે અન્ય મુદ્દાઓની તુલનામાં સેક્સ પ્રકરણ વિપક્ષના હુમલાઓનું કારગર હથિયાર સાબિત થશે. તો સરકાર અને ભાજપે સંગઠનને તેનાથી બચાવનું સુરક્ષા કવચ શોધવું પડશે.

English summary
Barely a day after Madhya Pradesh minister Raghavji resigned following allegations of sodomy, a state BJP leader accused him of having a tainted past.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more