For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હરીયાણા: આવતીકાલે ભાજપ વિધાનસભા પક્ષની બેઠક, સરકાર રચવાનો કરશે દાવો

ભારતીય જનતા પાર્ટી શનિવારે ચંદીગઢમાં હરિયાણા ભાજપ વિધાનસભા પક્ષની બેઠક યોજશે, જેમાં વિધાનસભા પક્ષના નેતાની પસંદગી કરવામાં આવશે.

|
Google Oneindia Gujarati News

ભારતીય જનતા પાર્ટી શનિવારે ચંદીગઢમાં હરિયાણા ભાજપ વિધાનસભા પક્ષની બેઠક યોજશે, જેમાં વિધાનસભા પક્ષના નેતાની પસંદગી કરવામાં આવશે. શુક્રવારે દિલ્હીમાં એક પ્રેસ કોન્ફરન્સમાં ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી અનિલ જૈને આ માહિતી આપી હતી. તેમણે માહિતી આપતા કહ્યું કે નેતાની પસંલગી બાદ ભાજપ હરિયાણામાં આગામી સરકાર બનાવવાનો દાવો કરશે.

Ashoka

શનિવારે યોજાનારી આ બેઠકમાં કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ અને ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય મહામંત્રી અનિલ જૈન પણ હાજર રહેશે. સવારે 11 વાગ્યે ભાજપના વિધાનસભા પક્ષની બેઠક મળશે. તમને જણાવી દઈએ કે, હરિયાણાની 90 વિધાનસભા બેઠકો પર ભાજપે 40 બેઠકો જીતી લીધી છે, સરકાર બનાવવા માટે પાર્ટીને 46 બેઠકોની જરૂર છે.

તમને જણાવી દઈએ કે હરિયાણા અને મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીના પરિણામો આવી ગયા છે. બંને રાજ્યોમાં ભારતીય જનતા પાર્ટી સૌથી મોટો રાજકીય પક્ષ તરીકે ઉભરી આવ્યો છે. મહારાષ્ટ્રમાં, ભાજપ અને શિવસેનાના ગઠબંધનને બહુમતી મળી છે, ત્યાં હરિયાણામાં પેંચ અટવાયો છે. ભાજપ કેટલીક બેઠકોથી બહુમતી બેઠકો મેળવવામાં નિષ્ફળ ગઈ છે, હવે સરકાર બનાવવા માટે તેણે બીજા પક્ષના ધારાસભ્યોને સાથે રાખવાના રહેશે.

આ પણ વાંચો: ભાજપને અન્ય 6 ધારાસભ્યોનું સમર્થન, દિવાળી બાદ ખટ્ટર CM પદના શપથ લેશેઃ સૂત્ર

English summary
bjp legislature party meeting tomorrow will present claim For government
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X