મોદીને ચૂંટણી પ્રચારની કમાન સંભવન નહીં: સિન્હા

સિન્હાએ એક સમાચાર ચેનલ સાથેની વાતચીતમાં કહ્યું છે કે આવા નિર્ણય કરવા માટે ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણી ઘણો મોટો એકમ છે. ભાજપે પહેલા જ સ્પષ્ટ કરી ચૂક્યું છે કે આવા મુદ્દાઓ પર સંસદીય બોર્ડમાં નિર્ણય કરવામાં આવશે. તેમને પ્રશ્ન કરવામાં આવ્યો હતો કે શું ગોવાની બેઠકમાં નેતૃત્વનો મુદ્દો પ્રમુખ હશે, તો તેમણે કહ્યું કે સંસદીય બોર્ડ આ પ્રકારના મુદ્દાઓ પર ચર્ચા અને નિર્ણય કરવા માટે અધિકૃત છે.
સિન્હાએ કહ્યાં અનુસાર બે દિવસીય રાષ્ટ્રીય કાર્યકારિણીમાં દેશની આર્થિક અને રાજનીતિક સ્થિતિ પર ચર્ચા થશે અને વિદેશ નીતિને પણ સંજ્ઞાન કરવામાં આવશે. એ પ્રશ્ન પર કે 2014ની લોકસભાની ચૂંટણીમાં ભાજપના નેતા કોણ હશે, તો તેમણે કહ્યું કે, આ પ્રશ્ન પર હજુ કોઇ વિચાર નહીં કરાય. જ્યાં સુધી નેતૃત્વનો પ્રશ્ન છે તો યોગ્ય સમયે તેનો નિર્ણય કરવામાં આવશે.
સૌથી લોકપ્રિય નેતા હોવાના કારણે સામાન્ય ચૂંટણીમાં મોદી પક્ષનું નેતૃત્વ કરશે, તેના જવાબમાં તેમણે કહ્યું છે કે, હાલ આ બાબતને સંસંદીય બોર્ડ પર છોડું છું. સિન્હાએ એ વાતનો સ્વિકાર કર્યો છે કે, ભાજપ માટે એ જરૂરી છે કે તે એકતા દર્શાવે.












Click it and Unblock the Notifications
