For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મુજફ્ફરનગર હિંસા: ભાજપના ધારાસભ્ય સુરેશ રાણાની ધરપકડ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

લખનઉ, 20 સપ્ટેમ્બર: મુજફ્ફરનગર હિંસા કેસમાં ઉત્તર પ્રદેશ પોલીસે શુક્રવારે પ્રથમ રાજકીય ધરપકડ કરી છે. પોલીસે ગોમતીનગર વિસ્તારમાંથી ભાજપના ધારાસભ્ય સુરેશ રાણાની ધરપકડ કરી લીધી છે. સુરેશ રાણા પર હિંસા ભડકાવવાનો આરોપ છે.

મુજફ્ફરનગર હિંસામાં 16 લોકો વિરૂદ્ધ વોરંટ જાહેર થઇ ચૂક્યું છે. હિંસામાં આ પ્રથમ ધરપકડ છે. સુરેશ રાણાની ધરપકડ એસટીએફ અને લખનઉ પોલીસે મળીને કરી.
ઉત્તર પ્રદેશ વિધાનસભાનું મોનસૂન સત્ર આજે સમાપ્ત થઇ રહ્યું છે. માની શકાય કે પોલીસ આજે મુજફ્ફરનગર હિંસાના કેસમાં આરોપી બનાવવામાં આવેલા ભાજપના ચારેય ધારાસભ્યોની ધરપકડને લઇને કોઇ નિર્ણાયક પગલાં ભરી શકે છે.

muzaffarnagar-riots

સમાચાર છે કે પોલીસે આ ચારેય ધારાસભ્યોની ધરપકડ પૂરી કરી દિધી છે, કારણ કે પોલીસ કમિશ્નર (કાનૂન વ્યવસ્થા) રાજકુમાર વિશ્વકર્માએ સ્પષ્ટપણે કહ્યું હતું કે આરોપી ધારાસભ્યોની ધરપકડ જાણીજોઇને રોકવામાં આવી છે. આ પોલીસ અને વહિવટીતંત્રનો સંયુક્ત નિર્ણય છે. સત્ર સમાપ્ત થતાં જ ધરપકડ શરૂ કરવામાં આવે.

આ દરમિયાન ભાજપે પણ પોતાના ધારાસભ્યોની ધરપકડની સંભાવનાઓને જોતાં પોતાની રણનિતી બનાવવાનું શરૂ કરી દિધું છે. અત્રે ઉલ્લેખનીય છે કે મુજફ્ફરનગરમાં ભડકાઉ ભાષણ કરાવીને હિંસા કરવાના આરોપમાં ભાજપના ધારાસભ્યો સંગીત સોમ, ભારતેંદુ સિંહ, હુકુમ સિંહ અને સુરેશ રાણાની ધરપકડ વોરંટ જાહેર કરવામાં આવ્યો છે.

English summary
Uttar Pradesh Police today arrested BJP MLA Suresh Rana from Gomti Nagar here as his name figured in the FIR lodged for giving provocative speech in connection with Muzaffaranagr violence.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X