For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

PM પદ માટે નરેન્દ્ર મોદીના પ્રશંસકો NDA-BJP ને તોડવા માંગે છે : તોગડિયા

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

narendra-modi
ભોપાલ, 28 જાન્યુઆરી: વિશ્વ હિન્દુ પરિષદ (વીએચપી)ના ઇન્ટરનેશનલ પ્રેજિડેન્ટ ડૉક્ટર પ્રવીણ તોગડિયાએ કહ્યું હતું કે જે લોકો નરેન્દ્ર મોદીને વડાપ્રધાન પદના દાવેદાર ગણાવી રહ્યાં છે, તે બિનિયાદી રીતે એનડીએ અને ભાજપને તોડવાની રણનિતી પર કામ કરી રહ્યાં છે. ભોપાલમાં રવિવારે આયોજીત એક પત્રકાર પરિષદમાં ડૉક્ટર પ્રવિણ તોગડિયાએ આ વાત કહી હતી.

ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી ભારતીય જનતા પાર્ટી (ભાજપ) તરફથી આગામી લોકસભા ચુંટણીમાં વડાપ્રધાન પદના ઉમેદવાર જાહેર કરવાના અને વીએચપી દ્રારા તેમનું સર્મથન કરવાના મુદ્દે પ્રવીણ તોગડિયાએ કહ્યું હતું કે વડાપ્રધાનની પસંદગી તો ચુંટણીમાં બહુમત મેળવનાર પાર્ટીના સાંસદો દ્રારા કરવામાં આવે છે.

ડૉક્ટર પ્રવીણ તોગડિયાનું કહેવું છે કે 'સામાન્ય રીતે વડાપ્રધાનની ચુંટણી લોકસભામાં બહુમત મેળવનાર રાજકીય પક્ષના ચૂંટાયેલા સભ્યો દ્રારા લોકતાંત્રિક રીતે કરવામાં આવે છે. જ્યારે તેમને ભારપૂર્વક પૂછવામાં આવ્યું કે નરેન્દ્ર મોદી વડાપ્રધાન પદ માટે વીએચપી સમર્થન કરે છે નહી, તો તેમને કહ્યું હતું કે 'અમે કોઇ વ્યક્તિ કે પાર્ટીનો વિરોધ કરતા નથી. અને ફક્ત હિન્દૂ જાગરણ અને ઉત્થાન માટે કામ કરીએ છીએ.' પ્રવિણ તોગડિયાએ કહ્યું હતું કે ' જે હિન્દૂના હિતની વાત કરશે, તે દેશ પર રાજ કરશે. અને આ એક નિરંતર ચાલનારી પ્રક્રિયા છે, જેને પૂરી કરવામાં ઘણી પેઢીઓ લાગી જશે.

English summary
VHP leader Praveen Togadia on Sunday said that such an attempt would weaken the BJP and the NDA alliance.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X