For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગડકરીની ગરબડ વધી, આરએસએસએ માંગ્યો ખુલાસો

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

nitin-gadkari-namaste
નવી દિલ્હી, 24 ઑક્ટોબર: ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નિતિન ગડકરી માટે આવનાર દિવસો ઘણા ખરાબ હોય શકે છે કારણ કે આરએસએસએ પણ જવાબ આપવા માટે બોલાવ્યા છે. મળતી માહિતી મુજબ સંઘ પ્રમુખે પણ ગડકરી પાસે તેમના પર લાગેલા આરોપોના મુદ્દે સ્પષ્ટતા કરવાની માંગણી કરી છે. આ મુદ્દે ગડકરી સંઘ પ્રમુખને આજે નાગપુરમાં મળશે એવા સમાચાર ટીવી ચેનલો પર દર્શાવવામાં આવી રહ્યાં છે.

ગડકરી આજે સંઘ પ્રમુખને મળીને પોતાના પર લાગેલા આરોપો પર પોતાનો પક્ષ રજૂ કરશે, ભાજપમાં ગડકરીના વધતા જતા વિરોધ પછી ગડકરી સંધ પ્રમુખ સાથેની મુલાકાતને અતિ મહત્વની માનવામાં આવે છે. મળતી માહિતી મુજબ ગડકરી માટે બીજી રાષ્ટ્રીય અધ્યક્ષ બનવું અઘરું છે.

આ પહેલાં પણ વરિષ્ઠ ભાજપ સાંસદ અને જાણીતા વકીલ રામ જેઠમલાણીએ તાત્કાલીક ગડકરીના રાજીનામાની માંગણી કરી છે. ઉલ્લેખનીય છે કે અરવિંદ કેજરીવાલે પણ તેમના પર આરોપ લગાવ્યો છે કે મહારાષ્ટ્રના ખેડૂતોની જમીન બળપૂર્વક 165 કરોડની જમીન હડપી લીધી છે જોકે ગડકરીએ અરવિંદ કેજરીવાલના આરોપોને ચવન્ની છાપ કહીને તેને પાયાવિહોણા ગણાવ્યાં છે પરંતુ ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના નવા ખુલાસામાં કહેવામાં આવ્યું છે કે ગડકરીના ફંડ અને કંપની તેમના ડ્રાઇવર અને એકાઉન્ટન્ટના નામે છે જેથી લાગી રહ્યું છે કે દાળમાં કંઇક કાળું છે.

English summary
BJP president Nitin Gadkari has been put on notice by the Rashtriya Swayamsevak Sangh (RSS).
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X