વિવાદિત બાબરી ઢાંચો મેં તોડાવ્યો, આપી શકો તો આપો ફાંસી

Posted By:
Subscribe to Oneindia News

બાબરી ધ્વંશને લઇને ફરી વિવાદ વધ્યો છે. બીજેપીના ભૂતપૂર્વ સાંસદ અને રામજન્મ ભૂમિ ન્યાસના સદસ્ય રામ વિલાસ વેદાંતીએ એક નિવેદન આપ્યું છે જેણે ભાજપની મુશ્કેલી વધારી છે. યુપીના પ્રતાપગઢના પૂર્વ સાંસદ કહ્યું છે કે અયોધ્યામાં જે બાબરી ઢાંચો તોડવામાં આવ્યો છે તે માટે તેમણે જ કાર સેવકોને આદેશ આપ્યો હતો. જેમાં વીએચપીના દિગંવત નેતા અશોક સિંઘલ અને મહંત અવૈધનાથ પણ સામેલ હતા. વળી આ સાથે જ તેમણે કહ્યું છે. આ માટે જો કોઇને પણ સજા આપવી હોય તો મને આપી, આ વાત માટે જો મને કોઇ ફાંસી પર પણ લટકાવી દે તો મને તેનું દુખ નથી.

ram vilas vedanti


શું છે મામલો?
નોંધનીય છે કે સુપ્રીમ કોર્ટેના આદેશ મુજબ વરિષ્ઠ ભાજપ નેતા લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી અને ઉમા ભારતી સમેત 13 લોકો વિરુદ્ધ અપરાધિક કાવતરાં સાથે કેસ ચલાવવાની વાત કરવામાં આવી હતી. વધુમાં કોર્ટમાં જે 13 લોકો વિરુદ્ધ કેસની વાત કરવામાં આવી છે તેમાંથી 3 લોકોની મૃત્યુ થઇ ગઇ છે. ત્યારે આ કેસની સુનવણી નામદાર કોર્ટે 2 વર્ષમાં પૂર્ણ કરવાનું જણાવ્યું છે. નોંધનીય છે કે 6 ડિસેમ્બર 1992 દરમિયાન હજારોની સંખ્યામાં કારસેવક અયોધ્યા પહોંચી બાબરી મસ્જિદના વિવાદિત ઢાંચાને તોડી પાડ્યો હતો. અને તેના પછી દેશભરમાં સાંપ્રદાયિક તોફાનો થયા હતા.

English summary
Senior BJP VHP leaders, Ramvilas das Vedantisaid that he had damaged disputed structure in Ayodhya.
Please Wait while comments are loading...