For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બિહાર બંધને લઇને ભાજપા કાર્યકર્તા રસ્તા પર

|
Google Oneindia Gujarati News

પટના, 18 જૂન : બિહારમાં રાષ્ટ્રીય જનતાંત્રિક ગઠબંધનમાંથી જેડીયૂ દ્વારા છૂટા પડવાને વિશ્વાસ ઘાત ગણાવતા ભારતીય જનતા પાર્ટીએ મંગળવારે એક દિવસના બિહાર બંધના એલાનની જાહેરાત કરી છે, જેનો સવારથી જ પ્રભાવ જોવા મળી રહ્યો છે. ભાજપ આજના દિવસને વિશ્વાસઘાત દિવસના રૂપમાં મનાવી રહી છે.

રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં ભાજપ કાર્યકર્તા માર્ગો પર ઉતરી આવ્યા છે અને બંધને સફળ બનાવવામાં લાગી ગયા છે. જહાનાબાદ જિલ્લામાં બંધ સમર્થકોને રાષ્ટ્રીય રાજમાર્ગ 83 અને 110ને બંધ કરી દીધો છે જ્યારે ભાગલપૂરના કહલગામમાં ચોક અને ચાર રસ્તાઓને જામ કરી દેવાયા છે. સીવાન-છપરા અને સીવાન-ગોલગંજ માર્ગને રોકીને ભાજપા કાર્યકર્તા બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારની સામે નારેબાજી કરી રહ્યા છે. બંધના કારણે વાહનવ્યવહાર પણ ખોરવાયો છે.

sushil modi
ભાજપ દ્વારા રેલવે પરિવનને બંધથી મુક્ત રાખવા છતાં નાલંદાના બિહારશરીફ રેલવે સ્ટેશન પર બંધ સમર્થકો હોબાળો કરતા દેખાયા તેમજ એક ટ્રેન પર પર ચડીને તેને રોકી દીધી હતી. જોકે પટનામાં બંધનો વ્યાપક અસર જોવા મળી રહ્યો છે. મુજફ્ફરપૂર, ભાગલપૂર, સાસારામ, મુંગેરમાં પણ કાર્યકર્તા માર્ગો પર ઉતરી આવ્યા છે.

તેમજ બંધને પગલે રાજધાની સહિત આખા રાજ્યમાં સુરક્ષાની પૂરતી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. પટનાના બધા મુખ્ય સ્થળો અને ચાર રસ્તાઓ પર પૂરતી પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે અને દરેક હલચલ પર નજર રાખવામાં આવી રહી છે.

English summary
BJP worker come out on road to protest against Nitish Kumar and JD(U) in bihar.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X