For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પીએમ મોદી પર વાંધાજનક ટીપ્પણી કરનાર લેખક સામે રસ્તા પર ઉતર્યા ભાજપના કાર્યકરો, 311 સામે FIR

તમિલનાડુમાં ચેન્નઈ પોલીસે ભાજપના 311 કાર્યકરો વિરૂદ્ધ કેસ નોંધ્યો છે. જેમાં પાર્ટીના રાષ્ટ્રીય સચિવ એચ.રાજાનો સમાવેશ થાય છે. પોલીસે બુધવારે મરિના બીચ પર ભાજપના કાર્યકરોને કસ્ટડીમાં લીધા હતા.

|
Google Oneindia Gujarati News

તમિલનાડુમાં ચેન્નઈ પોલીસે ભાજપના 311 કાર્યકરો વિરૂદ્ધ કેસ નોંધ્યો છે. જેમાં પાર્ટીના રાષ્ટ્રીય સચિવ એચ.રાજાનો સમાવેશ થાય છે. પોલીસે બુધવારે મરિના બીચ પર ભાજપના કાર્યકરોને કસ્ટડીમાં લીધા હતા. તે સમયે આ લોકો તમિલ લેખક નેલાઇ કન્નન સામે વિરોધ કરી રહ્યા હતા. કન્નન એ જ લેખક છે જેમને વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ પ્રધાન અમિત શાહ સામે વાંધાજનક ટિપ્પણી કરવા બદલ ધરપકડ કરવામાં આવી છે.

Kannad

પોલીસે બુધવારે પેરાબુરથી કન્નનની ધરપકડ કરી હતી. હકીકતમાં, રવિવારે તિરુનેલવેલીમાં નાગરિકતા સુધારો કાયદાની વિરુદ્ધ એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જે બાદ કન્નનના કથિત ભાષણનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. કન્નન પર બે સમુદાયો વચ્ચે હિંસા ભડકાવવા અને શાંતિનો ભંગ કરવાના ઇરાદાપૂર્વક અપમાન સહિત ઘણા આરોપો મૂકવામાં આવ્યા છે.

સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી ઓફ ઈન્ડિયા દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. અહેવાલ મુજબ કન્નને વડા પ્રધાન મોદી અને અમિત શાહ વિરુદ્ધ મુસ્લિમો કેમ કાર્યવાહી નથી કરી રહ્યા તે અંગે "આશ્ચર્ય" વ્યક્ત કર્યો હતો.
આ મીટિંગમાં કન્નને અમિત શાહ પર આરોપ લગાવ્યો હતો કે તેમણે વડા પ્રધાન મોદીને પોતાના નિયંત્રણમાં રાખ્યા છે. ભાજપના રાષ્ટ્રીય સચિવ એચ.રાજાએ તામિલનાડુ પોલીસની તમિલ લેખકના વિવાદિત નિવેદનમાં તેમની ધરપકડ કરવાની માંગ કરી હતી. તેમણે કહ્યું હતું કે મેં તમિલનાડુ પોલીસના ડાયરેક્ટર જનરલને વોટ્સએપ અને ઓનલાઇન ફરિયાદ કરી છે. હું તમિલનાડુ સરકારને તાકીદે કાર્યવાહી કરવા વિનંતી કરું છું.

પોલીસે તમિલ લેખક વિરુદ્ધ કલમ 504, 505 અને 505 (2) હેઠળ કેસ નોંધ્યો હતો. પોલીસ તેમને પકડવા પહોંચી ત્યારે કન્નનને છાતીમાં દુખાવો હોવાનું જણાવ્યું હતુ. ત્યારબાદ તેમને એમ્બ્યુલન્સમાં હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.

English summary
BJP workers on the road against author making objectionable remarks on PM Modi
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X