For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જીત બાદ મમતા બેનર્જીએ કહ્યુ - ચૂંટણી પંચની મદદ વિના બંગાળમાં 50 સીટ પણ ના જીતી શકત BJP

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી જીત્યા બાદ પોતાના પહેલા ઈન્ટરવ્યુમાં તૃણમૂલ કોંગ્રેસ પ્રમુખ મમતા બેનર્જીએ ભારતના ચૂંટણી પંચ પર નિશાન સાધ્યુ છે.

|
Google Oneindia Gujarati News

કોલકત્તાઃ પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી 2021ના પરિણામો સામે આવી ગયા છે. સત્તાધારી પાર્ટી તૃણમૂલ કોંગ્રેસે(ટીએમસી) એક વાર ફરીથી પશ્ચિમ બંગાળમાં ધમાકેદાર જીત મેળવી છે. પશ્ચિમ બંગાળમાં ટીએમસીને 200થી વધુ સીટો મળી છે અને ભાજપ 75 પર જ સમેટાઈ ગયુ છે. જો કે ચૂંટણી પંચે હજુ અધિકૃત આંકડાઓની ઘોષણા કરી નથી. પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી જીત્યા બાદ પોતાના પહેલા ઈન્ટરવ્યુમાં તૃણમૂલ કોંગ્રેસ પ્રમુખ મમતા બેનર્જીએ ભારતના ચૂંટણી પંચ પર નિશાન સાધ્યુ છે. મમતા બેનર્જીએ કહ્યુ કે બંગાળ ચૂંટણી દરમિયાન ચૂંટણી પંચે 'ભાજપના પ્રવકતા' તરીકે કામ કર્યુ છે. મમતા બેનર્જીએ કહ્યુ કે પંચની મદદ વિના ભાજપ 50 સીટોનો આંકડો પણ પાર ન કરી શકત.

mamata banerjee

મે પહેલા જ કહ્યુ હતુ - અમે બેવડી સદી મારીશુ

ઈન્ડિયા ટુ઼ડે ટીવી સાથે વાત કરીને મમતા બેનર્જીએ કહ્યુ, 'ભાજપની 50થી વધુ સીટો ચૂંટણી પંચની મદદથી આવી છે. ચૂંટણી પંચની મદદ વિના ભાજપ 50 સીટો પણ ના જીતી શકત. આ આખી ચૂંટણીમાં ચૂંટણી પંચે આ વખતે જે રીતનુ વર્તન કર્યુ તે ભયાનક હતુ.'

હું એક સ્ટ્રીટ ફાઈટર છુઃ મમતા બેનર્જી

તમે દાવો કર્યો હતો કે ટીએમસી 221 સીટો જીતશે આ સવાલના જવાબમાં મમતા બેનર્જીએ કહ્યુ, 'હું એક સ્ટ્રીટ ફાઈટર છુ. મે શરૂઆતીમાં જ કહ્યુ હતુ કે અમે બેવડી સદી 200થી વધુ સીટો જીતીશુ અને ભાજપ 70 પાર નહિ કરે.'

બંગાળના લોકોને સલામ કરુ છુઃ મમતા બેનર્જી

પશ્ચિમ બંગાળના બે વાર મુખ્યમંત્રી રહી ચૂકેલા મમતા બેનર્જીએ આરોપ લગાવ્યો, 'અમુક સ્થળોએ ઈવીએમ મશીનોમાં છેડછાડ કરવામાં આવી અને ઘણા પોસ્ટલ બેલેટને રદ કરવામાં આવ્યા. પરંતુ હું બંગાળના લોકોને સલામ કરુ છુ. તેમણે માત્ર બંગાળ જ નહિ પરંતુ દેશને પણ બચાવ્યો છે.'

નંદીગ્રામ હારવા પર શું કહ્યુ મમતા બેનર્જીએ?

નંદીગ્રામ વિધાનસભા સીટથી ભાજપ નેતા સુવેન્દુ અધિકારી જીતી ગયા છે. પોતાની હાર પર મમતા બેનર્જીએ કહ્યુ, 'આ હાર નથી થઈ. અમે રિકાઉન્ટિંગની વાત કરી છે અને માંગ કરી છે કારણકે ત્યાં મતો સાથે છેડછાડ કરવામાં આવી છે. મતદાનના દિવસે પણ, હું ત્રણ કલાક માટે મતદાન કેન્દ્રની બહાર બેઠી હતી કારણકે ત્યાં કોઈને મતદાન કરવા દેતા નહોતા.' નંદીગ્રામ ચૂંટણી પરિણામ પર કોર્ટ જવાની વાત પર મમતા બેનર્જીએ કહ્યુ, વર્તમાનમાં તેમની પાર્ટીએ મતોની ગણતરી ફરીથી કરવાની માંગ કરી છે.

TMC બંગાળમાં આતંકનો માહોલ બનાવવા માંગે છેઃ સુવેન્દુ અધિકારીTMC બંગાળમાં આતંકનો માહોલ બનાવવા માંગે છેઃ સુવેન્દુ અધિકારી

મમતા બેનર્જીએ કહ્યુ - નંદીગ્રામથી લડવાનો કોઈ પસ્તાવો નથી

મમતા બેનર્જીએ કહ્યુ - અમે ઈચ્છીએ છીએ શરૂઆતથી પોસ્ટલ બેલેટ અને વીવીપેટને ફરીથી ગણવામાં આવે. ભાજપની માફિયા ટોળીએ નંદીગ્રામમાં ઑપરેશન કર્યુ અને છેડછાડ કરી છે. જો લોકોને સચ્ચાઈ ખબર છે. કોઈ પસ્તાવો નથી, હું ચિંતિત નથી. દરેક સીટ મારી સીટ છે. મે એક જોખમ ઉઠાવ્યુ છે. મને ચૂંટણી પંચ અને નંદીગ્રામમાં સ્થાનિક પ્રશાસન દ્વારા પીડિત કરવામાં આવી છે, જે પંચ દ્વારા તૈનાત કરવામાં આવ્યુ હતુ. બંગાળે આ ચૂંટણી પરિણામ સાથે દેશને બચાવ્યો છે.

English summary
BJP would not get even 50 seats without election commission help: Mamata Banerjee
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X