For Daily Alerts
ઉત્તર પ્રદેશ: ફટાકડાની ફેક્ટરીમાં આગ, 8ના મોત
ઔરયા, 13 નવેમ્બર: ઉત્તર પ્રદેશના ઔરયા જિલ્લાના યાકૂબપુર ગામામાં આજે મકાનમાં ફટાકડા બનાવતી વખતે ધડાકો થતા આઠ લોકોના મોત નિપજ્યાં હતા. જ્યારે લગભગ 12 લોકો ઇજાગ્રસ્ત થયા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર મૃતકોની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે.
પોલિસ અધિકારી અશોક કુમાર સિંહના જણાવ્યા અનુસાર આ અકસ્માતમાં આઠ લોકોના મોત નિપજ્યાં હતા. જેમાં એક જ પરિવારના છ લોકોના મોત નિપજ્યાં છે જ્યારે પાડોશમાં રહેતી બે છોકરીનો સમાવેશ થાય છે.
અશોક કુમાર સિંહના આ અકસ્માત તે સમયે સર્જાયો હતો કે જ્યારે મોતીલાલ અને રામનારાયણના ઘરમાં ગેરકાનૂની રીતે ફટાકડા બનાવવાનું કામ ચાલી રહ્યું હતું. તે સમયે અચાનક વિસ્ફોટ થયો હતો.
તેમને જણાવ્યું હતું કે આ અકસ્માતમાં લગભગમાં ડઝનથી વધુ લોકો ઘાયલ થયા છે જેમાં કેટલાક લોકોની હાલત ગંભીર છે તેમને સારવાર અર્થે કાનપુર લઇ જવામાં આવ્યાં છે.