ઝેર ખાવાનો વીડિયો બનાવી પ્રેમિકાને મોકલ્યો, ઉપચાર દરમિયાન મૌત
ઉત્તરપ્રદેશના નોઈડામાં એક યુવકે ઝેર ખાવાનો વીડિયો બનાવીને પોતાની પ્રેમિકાને મોકલ્યો. યુવકની હાલત ખરાબ થવા પર લોકોએ તેને ઉપચાર માટે હોસ્પિટલમાં દાખલ કરાવ્યો
ઉત્તરપ્રદેશના નોઈડામાં એક યુવકે ઝેર ખાવાનો વીડિયો બનાવીને પોતાની પ્રેમિકાને મોકલ્યો. યુવકની હાલત ખરાબ થવા પર લોકોએ તેને ઉપચાર માટે હોસ્પિટલમાં દાખલ કરાવ્યો, જ્યાં ઉપચાર દરમિયાન તેની મૌત થઇ ગઈ. યુવક બુલંદશહેરના સુનપેડ ગામનો રહેવાસી હતો. જણાવવામાં આવી રહ્યું છે કે પ્રેમિકા સાથે લગ્ન નહીં થવાને કારણે તેને આવું પગલું ભર્યું.
આ પણ વાંચો: આત્મા સ્વર્ગના દર્શન કરી આવશે તેવી આશા સાથે નાબાલિકે ફાંસી લગાવી

શુ છે મામલો
મળતી જાણકારી અનુસાર અમિત ગ્રેટર નોઈડાની એક ફેક્ટરીમાં નોકરી કરતો હતો. થોડા દિવસથી અમિત સુરજપુર વિસ્તારમાં ભાડાના મકાનમાં એક યુવતી સાથે લિવ ઈન રિલેશનમાં રહી રહ્યો હતો. જે યુવતી સાથે અમિત લિવ ઈન રિલેશનમાં રહેતો હતો તેની સાથે તે લગ્ન કરવા માંગતો હતો. જણાવવામાં આવી રહ્યું છે કે બે દિવસ પહેલા તે પોતાના ગામ સુનપેડ ગયો હતો અને તેને યુવતીને લગ્ન કરવા માટે કહ્યું. પરંતુ તેનો પરિવાર કોઈ બીજી છોકરી સાથે તેના લગ્ન કરાવવા માંગતા હતા.

વીડિયો બનાવી પ્રેમિકાને મોકલ્યો
અમિતે બીજી કોઈ પણ છોકરી સાથે લગ્ન કરવાની ના પાડી દીધી અને પોતાના ગામથી ફરી સુરજપુર જવા માટે નીકળી ગયો. આપને જણાવી દઈએ કે સુરજપુર આવતા રસ્તામાં અમિતે દનકોર બિલાશપુર નહેર પાસે મોબાઈલથી વીડિયો બનાવ્યો. તેને ઝેર ખાતો વીડિયો બનાવીને પોતાની પ્રેમિકાના મોબાઈલ પર મોકલ્યો. આ દરમિયાન જયારે ઝેરને કારણે તે તડપવા લાગ્યો. ત્યારે ત્યાંથી પસાર થઇ રહેલા લોકોની તેના પર નજર પડી. લોકોએ જલ્દી તેને શારદા હોસ્પિટલમાં દાખલ કરાવ્યો.

પ્રેમિકાએ પોલીસને જાણકારી આપી
જાણકારી અનુસાર વીડિયો મળતા પ્રેમિકાએ પોલીસને જાણકારી આપી ઉપચાર દરમિયાન યુવકની હોસ્પિટલમાં મૌત થઇ ગઈ. પોલીસ ઘ્વારા જણાવ્યા અનુસાર યુવકે જાતે જ ઝેર ખાવાની બાબત સામે આવી છે.












Click it and Unblock the Notifications
