For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આ બજેટથી ગરીબોને બળ મળશે, યુવાઓને સારું ભવિષ્ય મળશે: પીએમ મોદી

નાણામંત્રી નિર્મલા સીતારમને આજે મોદી સરકારના બીજા કાર્યકાળનું પહેલું બજેટ રજુ કર્યું છે, જેમાં ઘણી ઘોષણાઓ કરવામાં આવી છે.

|
Google Oneindia Gujarati News

નાણામંત્રી નિર્મલા સીતારમને આજે મોદી સરકારના બીજા કાર્યકાળનું પહેલું બજેટ રજુ કર્યું છે, જેમાં ઘણી ઘોષણાઓ કરવામાં આવી છે. આ બજેટ પર પીએમ મોદીએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે આ દેશને સમૃદ્ધ અને દરેક લોકોને સમર્થ બનાવતું બજેટ છે. આ બજેટથી ગરીબોને બળ મળશે અને યુવાઓને સારું ભવિષ્ય મળશે. પીએમ મોદીએ કહ્યું કે આ બજેટથી મધ્યમ વર્ગ આગળ વધશે વિકાસના કામમાં ગતિ આવશે. તેની સાથે સાથે ટેક્સ સ્ટ્રકચર અને જરૂરી ઢાંચાઓમાં આધુનિકરણ આવશે. પીએમ મોદી ઘ્વારા આગળ જણાવવામાં આવ્યું કે ન્યૂ ઈન્ડિયા માટે બજેટમાં દેશના કૃષિક્ષેત્રને બદલવાનો રોડમેપ છે.

pm modi

આપને જણાવી દઈએ કે બજેટ રજુ કરતા નિર્મલા સીતારમન ઘ્વારા જણાવવામાં આવ્યું હતું કે સસ્તા ઘર ખરીદનારને ટેક્સ છૂટ મળશે. 4.5 લાખનું ઘર ખરીદવા પર વ્યાજ પર 3.5 લાખની છૂટ મળશે, જે પહેલા 2 લાખની છૂટ હતી. એટલું જ નહીં પરંતુ ઈલેક્ટ્રિક કાર્સ પર 5 ટકા જીએસી કરી દેવામાં આવ્યો છે. ઈ-વ્હિકલ્સ પર જીએસટીને 12 ટકાથી ઘટાડી 5 ટકા કરી દેવામાં આવ્યો.

આ પણ વાંચો: 'અન્નદાતા'ને 'ઉર્જાદાતા' બનાવવાને લઈ નાણામંત્રીએ બજેટમાં ખેડૂતો માટે કર્યું આ મોટું એલાન

નાણામંત્રી નિર્મલા સીતા રમન ઘ્વારા જાહેરાત કરવામાં આવી છે કે વર્ષ 2014 પછી 9.6 કરોડ શૌચાલયનું નિર્માણ કરવામાં આવ્યું છે. 5.6 લાખ ગામો આજે દેશમાં ખુલ્લામાં શૌચ કરવાથી મુક્ત થઇ. નિર્મલા સીતારમણ ઘ્વારા જણાવવામાં આવ્યું કે પાણી માટે જલશક્તિ મંત્રાલયની રચના કરવામાં આવી, જળ આપૂર્તિના લક્ષ્યને લાગૂ કરવામાં આવી રહ્યો છે. 1500 બ્લૉકની ઓળખ કરવામાં આવી, સરકારનો લક્ષ્ય 2024 સુધી દરેક ઘરમાં જળ પહોંચાડવાની છે.

લોકસભા નિર્મલા સીતારમણ ઘ્વારા મધ્યમ વર્ગ માટે એક મોટી જાહેરાત કરતા જણાવવામાં આવ્યું કે 5 લાખ સુધીની આવક ધરાવતા લોકોને કોઈ ટેક્સ આપવાની જરૂર નથી.

આ પણ વાંચો: બજેટ 2019: દરેક નાગરિકને 2024 સુધી સ્વચ્છ પીવાનું પાણી મળશે

નાણામંત્રી નિર્મલા સીતારમન ઘ્વારા જણાવવામાં આવ્યું કે ઉજ્જવલા યોજના અને સૌભાગ્ય યોજના ઘ્વારા દેશમાં ઘણા બદલાવ આવ્યા છે. નિર્મલા સીતા રમન ઘ્વારા જાહેરાત કરવામાં આવી છે કે 400 કરોડ રૂપિયા સુધીના ટર્નઓવર પર 25% કોર્પોરેટ ટેક્સ લાગશે.

આ પણ વાંચો: આશા, વિશ્વાસ અને આકાંક્ષાથી આપણે 50 ખરબ ડૉલરની અર્થવ્યવસ્થા બનીશુઃ સીતારમણ

English summary
Budget 2019: This budget will help poor, youth will get a better future: PM Modi
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X