મુંબઇ: 4 માળની ઇમારત ધસતાં 3નું મૃત્યુ

Written By:
Subscribe to Oneindia News

મુંબઇ પાસે ભિવંડીમાં શુક્રવારે એક ભયાનક ઘટના બની હતી. ચાર માળની એક ઇમારત ધસવાને કારણે અનેક લોકો મળબા નીચે દબાઇ ગયા હતા. આ ઘટનામાં 3 વ્યક્તિઓનું મૃત્યુ થયું હતું તથા 9 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. શુક્રવારે સવારે 8.30 વાગે આ ઘટના બની હતી. મળબા નીચે 7-8 લોકો ફસાઇ ગયા હતા. અહીં રસ્તાઓ ખૂબ સાંકડા હોવાને કારણે રાહત-બચાવ કાર્યમાં વાર થઇ હતી.

mumbai bhiwandi

આ પહેલા 31 ઓગસ્ટના રોજ પણ ભિવંડી બજારમાં મોટી ઘટના બની હતી. આ ઘટનામાં 6 માળની ઇમારત ધસી પડી હતી, જેના કારણે લગભગ 34 લોકોનું મૃત્યુ થયું હતું. 117 વર્ષ જૂની આ ઇમારતનું નામ હુસૈની ઇમારત હતું અને તે સવારે લગભગ 8.15 વાગે પડી ગઇ હતી. આ ઇમારતમાં જ નાના બાળકોની એક પ્લે સ્કૂલ પણ હતી, જેનો સમય સવારે 10 વાગ્યાનો હતો. જો આ ઘટના બે કલાક મોડી બની હોત તો અનેક બાળકો પણ માર્યા ગયા હોત. એ પહેલાં 25 જુલાઇના રોજ મુંબઇના ઘાટકોપરમાં એક ઇમારત ધસી પડી હતી, જેમાં લગભગ 17 લોકોનું મૃત્યુ થયું હતું.

English summary
Building collapses in Bhiwandi of Mumbai.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.