For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સીબીઆઈ ડિરેક્ટર પદથી આકોલ વર્માને હટાવાયા, કોંગ્રેસે કહ્યું- તપાસથી ડરીને મોદીએ લીધો ફેસલો

સીબીઆઈ ડિરેક્ટર પદથી આકોલ વર્માને હટાવાયા

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ સીબીઆઈ ચીફ આલોક વર્માને તેમના પદ પરથી હટાવી દેવામાં આવ્યા છે. ગુરુવારે ફરીથી થયેલ પેનલ કમિટીની બેઠકમાં આલોક વર્માને પદથી હટાવવાનો ફેસલો કરવામાં આવ્યો છે. સિલેક્શન કમિટીએ 2-1થી આલોક વર્માને તેમના પદ પરથી હટાવી દેવામાં આવ્યા છે. આ મામલે કોંગ્રેસે મોદી સરકાર પર આકરા પ્રહાર કર્યા છે.

આકોલ વર્માને હટાવાયા

આકોલ વર્માને હટાવાયા

સિલેક્શન કમિટીના ફેસલા પર કોંગ્રેસના નેતા વીરપ્પા મોઈલીએ કહ્યું કે આ ફેસલો બદલાની કાર્યવાહી છે. જ્યારે સિલેક્શન કમિટીમાં સામેલ લોકસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ વર્માને પદ પરથી હટાવાયાનો વિરોધ કર્યો છે. કોંગ્રેસે આ ફેસલા પ સવાલ ઉઠાવતા કહ્યું કે પીએમ મોદી તપાસથી ડરી ગયા છે, જે કાણે તેમણે આ ફેસલો લીધો છે.

મોદીએ વર્માને સાંભળ્યા પણ નહિ?

મોદીએ વર્માને સાંભળ્યા પણ નહિ?

કોંગ્રેસે કહ્યું કે પીએમ રાફેલ કૌભાંડની સંભવિત તપાસથી ભયભીત છે. માટે તેમણે આલોક વર્માને પદ પરથી હટાવવાનો ફેસલો લીધો છે. આલોક વર્માને હટાવાયા બાદ કોંગ્રેસે ટ્વીટ કરીને કહ્યું કે આલોક વર્માને હટાવાયા પહેલા તેમને પોતાની વાત રાખવાનો મોકો નહોતો મળ્યો. જેમાં સ્પષ્ટ છે કે પીએમ મોદી તપાસથી ડરી રહ્યા છે. તેઓ ન તો સ્વતંત્ર એજન્સીથી તપાસ ઈચ્છે છે કે ન જેપીસીનો સામનો કરવા ઈચ્છે છે.

કોંગ્રેસે મોદી સરકાર પર પ્રહાર કર્યો

કોંગ્રેસે મોદી સરકાર પર પ્રહાર કર્યો

જ્યારે વરિષ્ઠ વકીલ પ્રશાંત ભૂષણે આલોક વર્માને પદ પરથી હટાવવામાં આવતાં પ્રતિક્રિયા આપતાં કહ્યું કે રાફેલ મામલામાં તપાસથી ડરી સરકારે આ ફેસલો લીધો છે. તેમણે કહ્યું કે સુપ્રીમ કોર્ટના આદેશ બાદ મંગળવારે સીબીઆઈ ચીફનો પદભાર સંભાળ્યાના એક દિવસ બાદ જ તેમને પદ પરથી હટાવી દેવા દર્શાવે છે કે પ્રધાનમંત્રી કેટલા ડરેલા છે. અગાઉ રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને લખ્યું કે પ્રધાનમંત્રી સીબીઆઈ પ્રમુખને કાઢી મૂકવાની એટલી જલ્દબાજીમાં કેમ છે? તેઓ સીબીઆઈ પ્રમુખને પોતાનો મામલો પસંદગિ સમિતિ સમક્ષ જૂ કરવાની મંજૂરી કેમ નથી આપતા?

10% ગરીબ સવર્ણ અનામતની સાઈડ ઈફેક્ટ, સિક્સર મારવાના ચક્કરમાં આઉટ થઈ શકે છે મોદી! 10% ગરીબ સવર્ણ અનામતની સાઈડ ઈફેક્ટ, સિક્સર મારવાના ચક્કરમાં આઉટ થઈ શકે છે મોદી!

English summary
By removing Alok Verma from his position without giving him the chance to present his case, PM Modi has shown once again that he's too afraid of an investigation, either by an independent CBI director or by Parliament via JPC.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X