For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અરે....'કોન્ડોમ'ના પૈસા પણ ખાઇ ગઇ યુપીએ સરકાર

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 2જી ગોટાળો, કોલગેટ ગોટાળો, કોમનવેલ્થ ગોટાળો અને ન જાણે શું શું...! યુપીએ સરકાર ગોટાળાની પર્યાય બની ગઇ છે, પરંતુ હદ તો ત્યાર થઇ ગઇ જ્યારે ભયાનક સંક્રમણ રોગ એઇડ્સથી બચાવવા માટે બનાવવામાં આવેલ કોન્ડોમ વેંડિંગ મશીન યોજનામાં પણ ગોટાળાની વાત સામે આવી.

અંગ્રેજી સમાચાર પત્ર ટાઇમ્સ ઑફ ઇન્ડિયામાં છપાયેલા રિપોર્ટ અનુસાર ભારતીય કોમ્પ્ટ્રોલર અને ઓડિટર જનરલે સરકારના કોન્ડોમ વેંડિંગ મશીનો પર કરવામાં આવેલા ખર્ચ પર આંગળી ચિંધી. કેગે કોન્ડોમ વેંડિંગ મશીન યોજના હેઠળ ખર્ચ કરવામાં આવેલી રકમ પર સવાલ કરતાં કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રાલય અને નાકોની ઝાટકણી કાઢી છે.

રિપોર્ટ અનુસાર સરકારે એઇડ્સ જેવા ભયાનક સંક્રમિત રોગની સારવાર માથે દેશભરમાં 22 હજાર કોન્ડોમ વેંડિંગ મશીનો લગાવવા માટે 21 કરોડ રૂપિયા ખર્ચ કર્યા, પરંતુ તેમાંથી 10 હજાર મશીન ગાયબ છે અને લગભગ 1,100 મશીન કામ નથી કરી રહ્યાં.

કોન્ડોમ વેંડિંગ મશીન યોજનામાં થયેલા આ ગોટાળા બાદ કેગે નેશનલ એઇડ્સ કન્ટ્રોલ ઓર્ગેનાઇજેશન પર પણ સવાલ ઉભા થઇ ગયા છે. જો કે નેશનલ એઇડ્સ કન્ટ્રોલ ઓર્ગેનાઇજેશન એટલે કે નાકોએ 2005માં દેશમાં એઇડ્સની સારવાર માટે સાર્વજનિક સ્થળો પર કોન્ડોમ વેંડિંગ મશીન લગાવવાનો પ્રસ્તાવ સરકારને આપ્યો હતો.

પરંતુ 22 હજાર કોન્ડોમ વેંડિંગ મશીનોમાંથી 10 હજાર મશીનો ગાયબ છે અને લગભગ 1,100 મશીન કામ નથી કરી રહ્યાં. કેગે પોતાના રિપોર્ટમાં સરકારને દોષી ગણાવતાં કહ્યું હતું કે સરકારે આ યોજનાના પ્રથમ તબક્કાની પ્રગતિ વિશે જાણ્યા વિના બીજા તબક્કા વિશે પૈસા જાહેર કરી દિધા.

કોન્ડોમ વેંડિંગ મશીનના પ્રથમ ચરણમાં 10 કરોડ રૂપિયા જાહેર કરવામાં આવ્યા, જેના હેઠળ સપ્ટેમ્બર 2005 સુધી બધા જ મશીનો દેશભરમાં સાર્વજનિક સ્થળો પર લગાવવાના હતા. જ્યારે બીજા તબક્કામાં 10 કરોડ રૂપિયા જાહેર કર્યા છે, આ તબક્કામાં 2008 સુધીમાં મશીનો ઇન્ટોલ કરવાના હતા.

cag

કેગના રિપોર્ટના અનુસાર પહેલા તબક્કામાં લગાવવામાં આવેલા 10,990 મશીનોમાંથી ફક્ત 1,130 મશીન લગાવવામાં આવી, જ્યારે મશીનો ચોરી થતાં અને કોઇપણ પ્રકારના નુકસાનથી બચવા માટે વિમાની તરફ ધ્યાન આપવામાં આવ્યું નથી. જેના કારણે ચોરાયેલા મશીનોની રકમની ભરપાઇ થઇ ન શકે. તો બીજી તરફ બીજા તબક્કામાં 10 હજાર મશીનો લગાવવાના હતા, પરંતુ તેમાંથી માત્ર 6,499 મશીન ચાલુ હાલતમાં મળી.

કેગના રિપોર્ટ અનુસાર નાકોએ શરૂઆતમાં એક મશીન દ્વારા પ્રતિદિવસ ઓછામાં ઓછા 6 કોન્ડોમના વેચાણનું લક્ષ્ય નક્કી કર્યું હતું, જ્યારે તપાસમાં આ પ્રતિદિવસ 4.98 જોવા મળ્યા છે. આટલું જ નહી રિપોર્ટ અનુસાર એઇડ્સની સારવાર માટે લગાવવામાં આવેલા કોન્ડોમ વેંડિંગ મશીનોની સારભાળ પર કોઇ ધ્યાન આપવામાં આવતું નથી, આ કાર્યક્રમ પર કુલ 21.54 કરોડ રૂપિયા ખર્ચ થઇ ગયા હતા.

English summary
The CAG has taken the Union Health ministry to task for having invested Rs 21 crore on installing nearly 22,000 condom vending machines,out of which 10,000 were found missing and another 1,100 weren't working.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X