For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ATM માં ફસાયું કાર્ડ, બહાર ખેંચતા જ હોશ ઉડી ગયા

ગ્રેટર નોઈડામાં એક્સિસ બેન્કના એક એટીએમ મશીનમાં ક્લોન ડિવાઈઝ મળી આવવાનો મામલો સામે આવ્યો છે.

|
Google Oneindia Gujarati News

ગ્રેટર નોઈડામાં એક્સિસ બેન્કના એક એટીએમ મશીનમાં ક્લોન ડિવાઈઝ મળી આવવાનો મામલો સામે આવ્યો છે. એટીએમ મશીનમાં ક્લોન ડિવાઈઝ લાગેલું છે તેની માહિતી ત્યારે મળી જયારે એક એન્જીનીયર યુવક પૈસા કાઢવા માટે પહોંચ્યો. પૈસા કાઢવા સમયે જયારે તેનું કાર્ડ મશીનમાં ફસાયું ત્યારે તેને શંકા થઇ. જયારે તેને એટીએમ પાસે લાગેલી ડિવાઈઝ જોઈ ત્યારે તેને ઉખાડી નાખી. પીડિતે આ મામલે કાસના ચોકીમાં ફરિયાદ કરી છે.

આ પણ વાંચો: ATM ફ્રૉડની નવી પદ્ધતિ, Aadhaar ની મદદથી ખાલી કરવામાં આવી રહ્યું છે તમારું ખાતું

મશીનમાં ફસાયું એટીએમ કાર્ડ

મશીનમાં ફસાયું એટીએમ કાર્ડ

ગ્રેટર નોઈડાના કાસના ચોકી વિસ્તારના એસર માર્કેટમાં એક્સિસ બેન્કનું એટીએમ છે. એન્જીનીયર અવધેશ પાંડે પૈસા ઉપાડવા માટે એટીએમ મશીન પહોંચ્યો. એટીએમ મશીનમાં કાર્ડ નાખતા જ તે ફસાઈ ગયું.

ડિવાઈઝ તોડીને ખેંચી

ડિવાઈઝ તોડીને ખેંચી

અવધેશ પાંડે ને એટીએમ મશીનમાં લાગેલી ડિવાઈઝ પર શંકા થઇ. તેને ડિવાઇઝને ખેંચીને બહાર કાઢી લીધી. બહાર કાઢ્યા પછી જયારે તેને જોયું તો ખબર પડી કે તે એક ક્લોન ડિવાઈઝ છે.

બીજું કાર્ડ બનાવીને પૈસા ઉડાવી શકાય

બીજું કાર્ડ બનાવીને પૈસા ઉડાવી શકાય

એટીએમ મશીનની અસલી ડિવાઈઝ અંદર જ લાગેલી હતી. આ ક્લોન ડિવાઈઝ એટીએમ કાર્ડની ડીટેલ ક્લોન કાર્ડમાં લાગેલા ડિવાઇઝમાં સેવ કરે છે. જેના ઘ્વારા સરળતાથી બીજી ક્લોન એટીએમ કાર્ડ બનાવીને પૈસા ઉપાડી શકાય છે.

પોલીસે આ મામલે તપાસ કરી રહી છે

પોલીસે આ મામલે તપાસ કરી રહી છે

ફરિયાદ મળ્યા પછી પોલીસે આ મામલે તપાસ શરુ કરી દીધી છે. પોલીસે જણાવ્યું કે સીસીટીવી કેમેરા ફૂટેઝ ચેક કરીને આ ડિવાઈઝ લગાવનાર વ્યકતિની ઓળખ કરવામાં આવશે.

English summary
card cloning device found in atm machine in noida
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X