લાલુ સમેત સમગ્ર પરિવાર પર સંકટ, CBIએ 12 જગ્યાએ મારો છાપ્યો

Posted By:
Subscribe to Oneindia News

સીબીઆઇ દ્વારા રાષ્ટ્રીય જનતા દળના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલુ પ્રસાદ યાદવની વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. સીબીઆઇ દ્વારા શુક્રવારે સવારે લાલુ યાદના ઘર સમેત 12 અલગ અલગ જગ્યાએ છાપેમારી કરવામાં આવી છે. જે બાદ સીબીઆઇના એડિશનલ ડાયરેક્ટર રાકેશ અસ્થાનાએ એક પ્રેસ કોન્ફર્ન્સ યોજીને આ અંગે જાણકારી આપી હતી. તેમણે જણાવ્યું કે પટના, રાંચી, ભુવનેશ્વર, ગુરુગ્રામમાં સવારે 7 વાગ્યાથી અમે દરોડા પાડવાની શરૂઆત કરી હતી. વધુમાં તેમણે જણાવ્યું કે 5 જુલાઇ 2017નો રોજ સીબીઆઇએ લાલુ, તેજસ્વી, રાબડી દેવી, સરલ ગુપ્તા, વિજય કોચર, વિનય કોચર, મેસર્સ ડિલાઇટ માર્કેટિંગ કંપની લિમિટેડ અને IRCTCના MD રહી ચૂકેલા પીકે ગોયલ વિરુદ્ધ ફરિયાદ નોંધી છે. રાકેશે પ્રેસ વાર્તામાં જણાવ્યું કે IPC ઘારા 120 B, 420, Prevention of corruption Act, 1988ની ઘારા 31 D અને 32 હેઠળ મામલો દાખલ કરવામાં આવ્યો છે.

ani

સાથે જ અપરાધિક કાવતરું અને છેતરપીંડીનો કેસ પણ દાખલ કરવામાં આવ્યો છે.  પ્રાપ્ત માહિતી મુજબ વર્ષ 2006માં સંયુક્ત પ્રગતીશીલ ગઠબંધન એટલે કે યુપીએ સરકારના રેલ મંત્રી રહી ચૂકેલા લાલુ યાદવે હોટલ ફણવવા મામલે છેતરપીંડી કરી હોય તેવું સામે આવ્યું છે. જે હેઠળ સીબીઆઇએ લાલુ અને તેની પત્ની રાબડી દેવી અને પુત્રના વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. સીબીઆઇ દ્વારા દિલ્હી, પટના, રાંચી, પુરી અને ગુરુગ્રામ સમેત 12 જગ્યાએ દરોડા પાડવામાં આવ્યા છે.આ સાથે જ વર્ષ 2006માં IRCTCના MD વિરુદ્ધ પણ કેસ દાખલ કરવામાં આવ્યો છે.

 

lalu

સીબીઆઇ એ લાલુની પત્ની રાબડી દેવીના પટનામાં આવેલા 10 સર્કુલર આવાસ પર પણ રેડ પાડી છે. લાલુ આજે રાંચીમાં છે જ્યાં ઘાસચાર કૌભાંડથી જોડાયેલી વિશેષ અદાલતમાં તે હાજરી આપશે. આ પહેલા ભારતીય જનતા પાર્ટીના બિહારના નેતા સુશીલ મોદીએ પણ લાલુ પર અનેક ભષ્ટ્રાચારના આરોપ લગાવ્યા છે. સુશીલ મોદીએ કહ્યું કે લાલુ યાદવ તેને દાનમાં મળેલી જમીન પાછી આપે. તેમનું કહેવું છે કે લાલુ યાદવ એક હજાર કરોડની બેનામી સંપત્તિનો માલિક છે. લાલુ યાદવે ભષ્ટ્રાચાર કરીને આ કમાણી કરી છે.

English summary
CBI registers a case against then Lalu Yadav Railway Ministe. His wife,son and others on allegations of awarding tender for hotels in Ranchi and Puri.
Please Wait while comments are loading...